વલસાડઃ વશીયર ખાતે શ્રીપાર્ટી પ્લોર્ટમાં ગ્લોબલ ઇવેન્ટ દ્વારા ગુજરાત મેગા કોમ્પિટિશનના બેનર હેઠળ બોડી બિલ્ડીંગ અને ગરબા કોમ્પિટિશન સહિતના રાઉન્ડની જાહેરાત કરવામાં આવી હતી. જે દરમ્યાન રવિવારે ગરબા કિંગ ફાલ્ગુની પાઠકના સથવારે ગરબા સ્પર્ધાનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગરબા સ્પર્ધામાં ગરબાના ખેલૈયાઓએ સ્પાધામ ભાગ લેવા પાસ ખરીદી ફાલ્ગુની પાઠકના ગરબાના તાલે જુમવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે દરમિયાન ગરબા કોમ્પિટિશન શરૂ થાય તે પૂર્વે DJ, લાઈટ સાઉન્ડ સહિતના આયોજકોએ સ્પર્ધાના આયોજક પાસેથી બાકીના પેમેન્ટની માંગણી કરી હંગામો મચાવ્યો હતો.
આયોજકે રિફંડ આપવાની જાહેરાત કરી
ગરબા કિંગ ફાલ્ગુની પાઠક સ્ટેજ ઉપર આવ્યા બાદ હંગામો મચતા આયોજક અને DJ, લાઈટ, સાઉન્ડ, બાઉન્સર સહિતના અન્ય આયોજક સાથે મીટીંગ પણ કરવામાં આવી હતી. મીટિંગ બાદ પણ સાઉન્ડ સહિતના આયોજકોને રૂપિયા ન મળતા હંગામો મચાવ્યો હતો. હંગામામાં ગરબા ખેલૈયાઓમાં નિરાશા છવાઈ ગઈ હતી. ગ્લોબલ ઇવેન્ટના આયોજકે સ્ટેજ ઉપરથી જાહેરમાં માફી માંગીને પાસના રિફંડ આપવાની જાહેરાત કરવી પડી હતી.
સંચાલકે રૂપિયા ન ચૂકવતા વિવાદ સર્જાયો
ફાલ્ગુની પાઠક આવ્યા બાદ તેમનું સન્માન કરીને ગરબા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ ઇવેન્ટ અયોજક પાસે લાઈટ, સાઉન્ડ, DJ બાઉન્સ સહિતના સંચાલકોએ ઇવેન્ટ સંચાલક પાસે પોતાના બાકી નીકળતા નાણાંની ઉઘરાણી કરી હતી. ઇવેન્ટ સંચાલકે રૂપિયા ન ચુકાવતા ચાલુ ગરબા સ્પર્ધામાં હંગામો મચાવ્યો હતો અને ઇવેન્ટ અટકાવી પડી હતી.
ખૈલેયામાં હતાશા છવાઈ ગઈ
ઇવેન્ટ સંચાલકે તમામને માત્ર ટોકન ફી ચૂકવી હતી જેથી હંગામો મચાવતા વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇવેન્ટ સંચાલકે પોતાની ભૂલ સ્વીકારી દરેક કગેલૈયાઓની સ્ટેજ ઉપરથી માફી માંગી હતી અને દરેક ખેલૈયાઓને ટીકીટ અને પાસના રૂપિયા રિફંડ કરવાની જાહેરાત કરવી પડી હતી. ગરબાના ચાલુ રાઉન્ડ દરમ્યાન હંગામો મચતા ખેલૈયાઓમાં ભારે હતાશા છવાઈ ગઈ હતી.