આ તો સરકસ છે કે બાઈક? અધધ…આટલા લોકો બેસી શકે? જૂઓ વાઈરલ વીડિયો
- એક વ્યક્તિએ 12 બાળકોને બેસાડ્યા બાઈકમાં
- કર્યો ખતરનાક સ્ટંટ
- વીડિયો થયો વાયરલ
HDNEWS, 12 એપ્રિલ: આજકાલ તમને કોઈ ને કોઈ રોડ દુર્ઘટનાના સમાચાર જોવા મળી રહ્યા છે. રોડ પર થનારા એક્સિડન્ટમાં ઘણીવાર બીજા લોકોની ભૂલના કારણે નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે. માટે આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે ડ્રાઈવિંગમાં ખુબ જ ધ્યાન રાખવાની સાથે દરેક લોકોએ ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરવું જોઈએ. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે તેઓ નિયમોને સાઈડમાં રાખીને પોતાની મન મરજી પ્રમાણે ડ્રાઈવિંગ કરતા હોય છે. જેમકે હાલમાં જે એક વાયરલ વીડીયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ એકસાથે બે-ત્રણ નહીં પણ પુરા 12 બાળકોને એક જ બાઈકમાં બેસાડીને સવારી કરવા નીકળી પડ્યો હતો. આ વીડીયો જોયા પછી તમે પણ હક્કા બક્કા રહી જશો.
NASA ने पूछा कि भारत एक रॉकेट में 90 उपग्रह कैसे ले जाता है।
भारतीयों ने कहा कि यह सरल है, और उन्होंने उन्हें यह video भेज दी।
😂😂😂😂😂😂😂😂😂 pic.twitter.com/ixZvWTvPWi— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) April 11, 2024
એક બાઈકમાં 13ની સવારી
આ વાયરલ વીડીયોમાં એક વ્યક્તિ બાઈક ચલાવતો નજરે પડી રહ્યો છે. સામાન્ય રીતે બાઈક પર 2 લોકો સવારી કરી શકે છે. પણ આ ભાઈ તો 2 ની બદલે એકસાથે 12 બાળકોને સવારી કરાવી રહ્યો છે. તમને પણ નવાઈ લાગશે કે કેવી રીતે, આ વીડિયોમાં બાઈકના કેરીયર થી લઈને મડ ગાર્ડ સુધી જ્યાં પણ જગ્યા મળે ત્યા ઉપરા ઉપરી બધા બાળકો એકબીજાને પકડીને બાઈક સવારીની મજા માણતા જોઈ શકાય છે.પરંતુ આ વિડીયો ક્યાનો છે તેની કોઈ માહીતી હજુ સુધી મળી શકી નથી.
યુઝર્સે કહ્યું વીડિયો પાકિસ્તાનનો
માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પર @HasnaZaruriHai નામના એકાઉન્ટ દ્રારા આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, નાસાએ ભારતને પુછ્યું કે એક રોકેટ 90 ઉપગ્રહ કેવી રીતે લઈ જાય છે. તો ભારતે કહ્યું કે એ તો સરળ છે, કોમેન્ટ બોક્ષમાં યુઝર્સ વીડિયો પાકિસ્તાનનો હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે બીજા એક યુજરે કહ્યું કે, મજાક તો છોડો આ તો જીવન સાથે રમી રહ્યો છે.
આ પણ વાંચો: ફોટા વાયરલ થતાં બાળક ચોર ઝડપાયો, ભીખ મંગાવવા કર્યું હતું અપહરણ