પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગણી સાથે ક્ષત્રિય સમાજની લડતમાં માટે રતનપર ખાતે મહા સંમેલન
- રાજવી પરિવારોને નિમંત્રણ મોકલાયા છે પણ કોઈ રાજકીય આગેવાનને નિમંત્રણ નથી
- તા.14ના બપોરે 4 વાગે રાજકોટમાં રતનપર ખાતે મહા સંમેલન મળી રહયું છે
- રાજયના તમામ જિલ્લામાં બેઠકો પણ કરી લેવામાં આવી છે
પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગણી સાથે ક્ષત્રિય સમાજની લડતમાં માટે રતનપર ખાતે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં રાજવીઓને નિમંત્રણ રાજકીય નેતાઓને ભાષણબાજી કરવા દેવાશે નહીં. રાજકોટના રતનપર ખાતે 14ના મહાસંમેલન માટે તૈયારી થઇ રહી છે. તેમાં વિવિધ રજવાડાઓને નિમંત્રણ મોકલાયા છે. તેમજ રાજયના તમામ જિલ્લામાં બેઠકો પણ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો: Loksabha election માટે ગુજરાતની 26 સીટ માટે અન્ય રાજ્યોના IAS-IPS ઓબ્ઝર્વર નિમાયા
તા.14ના બપોરે 4 વાગે રાજકોટમાં રતનપર ખાતે મહા સંમેલન મળી રહયું છે
રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગણી સાથે ચાલી રહેલી ક્ષત્રિય સમાજની લડતમાં તા.14ના બપોરે 4 વાગે રાજકોટમાં રતનપર ખાતે મહા સંમેલન મળી રહયું છે. જેમાં રાજવીઓને નિમંત્રણ પાઠવાયા છે અને સ્ટેજ ઉપર સ્થાન અપાશે જયારે રાજકીય નેતાઓને સ્ટેજ નહિ આપવામાં આવે તેમજ ભાષણબાજી પણ કરવામાં નહિ આવે. રૂપાલા સામે લડત ચલાવી રહેલા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા મહાસંમેલનની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની તૈયારીમાં વિવિધ રજવાડાઓને નિમંત્રણ મોકલાયા છે. રાજયના તમામ જિલ્લામાં બેઠકો પણ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો: ગ્રાહકોને મફત પાણી ન આપવા બદલ રેસ્ટોરન્ટને કોર્ટે રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો
રાજવી પરિવારોને નિમંત્રણ મોકલાયા છે પણ કોઈ રાજકીય આગેવાનને નિમંત્રણ નથી
દરમિયાન સૂત્રોએ કહયું હતું કે, રાજવી પરિવારોને નિમંત્રણ મોકલાયા છે પણ કોઈ રાજકીય આગેવાનને નિમંત્રણ નથી અપાયા અને સ્ટેજ ઉપર પણ બેસાડવામાં આવશે નહિ. અમારૂ આંદોલન સામાજિક સ્તરેથી ચાલી રહયું છે કોઈ રાજકીય રીતે નથી ચાલતું તેના સંદેશા સાથે અમે આગળ ધપી રહ્યા છીએ. કરણીસેનાના ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે, અમારી સેના દ્વારા દરેક સ્થળે સંદેશા મોકલાયા છે અમારી લડત ક્ષત્રિય સમાજના સ્વમાન માટે છે અને તેમાં બાંધછોડ નહિ થાય. રાજકોટના રતનપર ખાતે મળી રહેલા મહાસંમેલનની મંજૂરી હજૂ સુધી માંગવામાં આવી નહિ હોવાનું પોલીસ સૂત્રોએ કહયું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મંજૂરી માટે તૈયારીઓ કરવામા આવી છે પણ હજુ સુધી કોઈ અરજી પોલીસ સુધી પહોંચી નથી.