ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Loksabha election માટે ગુજરાતની 26 સીટ માટે અન્ય રાજ્યોના IAS-IPS ઓબ્ઝર્વર નિમાયા

Text To Speech
  • 7મી મેએ ગુજરાતમાં 26 લોકસભા બેઠકોની ચૂંટણી યોજાશે
  • પેટા ચૂંટણી માટે જે તે લોકસભા સીટ માટે નિયુક્ત ઓબ્ઝર્વર જવાબદારી બજાવશે
  • રાજેન્દ્રકુમાર કટારાને સાબરકાંઠા લોકસભા બેઠકની જવાબદારી સોંપાઈ

Loksabha election માટે ગુજરાતની 26 સીટ માટે અન્ય રાજ્યોના IAS-IPS ઓબ્ઝર્વર નિમાયા છે. જેમાં પાંચ વિધાનસભા સીટની જવાબદારી જે તે લોકસભાના નિરીક્ષક બજાવશે.આ ચૂંટણી નિરીક્ષકો ટૂંક સમયમાં તેમને સોંપાયેલી સીટની જવાબદારી સંભાળશે. તથા બાર આઇપીએસને બે લોકસભા બેઠકો સોંપાઈ છે.

આ પણ વાંચો: ગ્રાહકોને મફત પાણી ન આપવા બદલ રેસ્ટોરન્ટને કોર્ટે રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો

7મી મેએ ગુજરાતમાં 26 લોકસભા બેઠકોની ચૂંટણી યોજાશે

કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રીજા તબક્કામાં 7મી મેએ ગુજરાતમાં યોજાનારી 26 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટે 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે કુલ 27 આઇએએસ અને કુલ 14 આઇપીએસ અધિકારી બેઠકવાર નિયુક્ત કર્યા છે. જેમાં કચ્છના કચ્છ-1 અને કચ્છ-2 એમ બે ભાગ કરી કચ્છ-1માં અબડાસા, માંડવી, ભૂજ અને અંજાર તથા કચ્છમાં ગાંધીધામ, રાપર અને મોરબી વિધાનસભા ક્ષેત્રો સમાવિષ્ટ કર્યાં છે. વિધાનસભાની પેટા ચૂંટણી માટે જે તે લોકસભા સીટ માટે નિયુક્ત ઓબ્ઝર્વર જવાબદારી બજાવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કેમ ગરમીથી આંશિક રાહત મળી, અમદાવાદમાં તાપમાન 38.5 ડિગ્રી 

કટારા અટક ધરાવતા સંખ્યાબંધ અનુસૂચિત જનજાતિના મતદારો

આ ઓબ્ઝવર્સ તેમને સોંપાયેલી બેઠકનો ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે. બાર આઇપીએસને બે લોકસભા બેઠકો સોંપાઈ છે. રસપ્રદ એ છે કે આઇએએસ રાજેન્દ્રકુમાર કટારા જેઓ મૂળે રાજસ્થાનના વતની છે, તેમને સાબરકાંઠા લોકસભા બેઠકની જવાબદારી સોંપાઈ છે, જ્યાં કટારા અટક ધરાવતા સંખ્યાબંધ અનુસૂચિત જનજાતિના મતદારો છે.

Back to top button