અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

NCP પાર્ટીના નામે ઓનલાઈન ડોનેશન ઉઘરાવતા એકની ધરપકડ: જાણો મોડસ ઓપરેન્ડી?

અમદાવાદ, 11 એપ્રિલ 2024, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નામે બંધન બેંકમાં એકાઉન્ટ ખોલાવીને તેની વિગતો સોશિયલ મીડિયા પર વહેતી કરી પાર્ટીના નામે ડોનેશન લેવાનું કૌભાંડ પકડાયું છે. આ વાત ધ્યાન પર આવતા એનસીપીના ખજાનચીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે એનસીપીના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવનાર તેમ જ સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

NCPના નામે ડમી ફર્મ ઊભી કરાઈ
સાઇબર ક્રાઇમ પી.આઈ હાર્દિક માંકડીયાએ જણાવ્યું હતું કે એનસીપી પાર્ટીનાં ખજાનચીએ ફરિયાદી નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ઇસમ સોશિયલ મીડિયામાં અલગ અલગ માધ્યમો પર જાહેરાત આપીને 100% ઇન્કમટેક્સ રીફંડ મળશે કહીને ફંડ ઉઘરાવી રહ્યા છે. જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ આમિર શેખની ધરપકડ કરી લેવાઇ છે. આરોપીની મોડસ ઓપરેન્ડી અંગે PI હાર્દિક માંકડીયાએ જણાવ્યું હતું કે, NCP ખરેખર એક એક્રોનિયમ છે. જેમાં આરોપીએ નેચરલ સીરિયલ પેકેજ નામની ડમી ફર્મ ઊભી કરી છે અને એ ફર્મનું NCPના નામે બેન્કમાં એકાઉન્ટ શરૂ કર્યું હતું, ત્યારબાદ સોશિયલ મીડિયામાં જાહેરાત આપતા કે આ પોલિટિકલ પાર્ટીમાં જાહેરાત આપશો તો 100% ઇન્કમટેક્સ રિફંડ મળશે.

86 લોકો પાસેથી 2 કરોડ 80 લાખ ઉઘરાવ્યા
ફંડ ઉઘરાવવા માટે જાહેરાત આપ્યા બાદ લોકોના કોન્ટેક્ટ કરવામાં આવે છે અને લોકો પાસેથી ફંડ મેળવી એવી ડીલ કરવામાં આવે છે કે જે પણ ફંડિંગ કરશે તેમાં પાંચથી દસ ટકા ટકાવારી લઈને પરત કરવામાં આવશે અને એ રીતે તેમની પાસેથી ફંડિંગ લઈ પછી તેમને પરત પણ આપી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે છેલ્લા છ મહિનાથી તેઓ આ ક્રાઈમ કરી રહ્યા છે અને નવેમ્બરથી એમણે વધારે ફંડ ઉઘરાવવાનું ચાલુ કર્યું છે અને કુલ 86 લોકો પાસેથી અત્યાર સુધી કુલ 2 કરોડ 80 લાખ જેટલું ફંડ ઉઘરાવવામાં આવ્યું છે. જેટલી તપાસ થઈ છે તેમાં બધાને રિબેટ આપવામાં આવ્યું છે એટલે એમની પાસેથી કમિશન કટ કરીને બાકી પૈસા પરત અપાયા છે એટલે કે કમિશનના નામે લોકો પાસેથી ઉઘરાણી કરીને એ પૈસાનું ફ્રોડ કરવામાં આવ્યું છે.

આરોપી ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે
પીઆઇ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી કે પકડાયેલા વ્યક્તિ કોઈ ફાઇનાન્સિયલ કંપનીમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવાનું કામ કરે છે અગાઉ ઇવેન્ટ ઓર્ગેનાઈઝેશનનું કામ પણ કરતો હતો. કોઈ પોલિટિકલ પાર્ટી સાથે હાલ સુધી કોઈ જોડાણ સામે આવ્યું નથી, બાકી આગળ આ કેસમાં આરોપીઓ સાથે કેટલા લોકો જોડાયેલા છે કોણે રિસીપ્ટ મેળવી છે કેટલા એકાઉન્ટ છે તે તમામ બાબતોની અમે તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃજામનગરમાં પોલીસ-ક્ષત્રિયાણીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ, રૂપાલા હાય હાય’નાં સૂત્રો શરૂ થતાં અટકાયત

Back to top button