ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ બનવા માંગતા હોય તેમણે પહેલા પરવાનગી લેવી પડશે, ગુજરાત સરકારે જાહેર કર્યો પરિપત્ર

Text To Speech

અમદાવાદ, 11 એપ્રિલ : ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ કરવામાં આવ્યુંછે કે, બૌદ્ધ ધર્મને અલગ ધર્મ ગણવો જોઈએ અને હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ, જૈન ધર્મ અથવા શીખ ધર્મ અપનાવતા પહેલા ગુજરાત સ્વતંત્રતા અધિનિયમ 2003 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 8 એપ્રિલે આ પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. સરકારને જાણવા મળ્યું હતું કે બૌદ્ધ ધર્મ અપનાવવા માટે આવતી અરજીઓ પર નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં નાયબ સચિવ વિજય બધેકાની સહી છે.

ગુજરાતમાં દરેક દશેરા અને અન્ય તહેવારો પર આયોજિત કાર્યક્રમોમાં મોટા ભાગના દલિતો સામુહિક રીતે બૌદ્ધ ધર્મ અપનાવતા જોવા મળે છે.

ગુજરાત સરકારે 2021માં ધર્મ અધિનિયમમાં સુધારો કર્યો હતો

ગુજરાત સરકાર ‘ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમ’ લાવી હતી. આ કાયદા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય લાલચ, બળજબરી, ખોટી રજૂઆત અથવા અન્ય કોઈપણ ખોટા માધ્યમો દ્વારા ધર્મ પરિવર્તનને રોકવાનો હતો. વર્ષ 2021 માં, ગુજરાત સરકારે લગ્ન દ્વારા બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા કાયદામાં સુધારો કર્યો હતો.

આ કાયદા હેઠળ મહત્તમ 10 વર્ષ સુધીની જેલ અને 5 લાખ રૂપિયા સુધીના દંડ જેવી જોગવાઈઓ છે અને આરોપીએ પોતે પુરાવા આપવા પડશે. આવા કેસોની તપાસ ડીએસપી સ્તરથી નીચેના અધિકારી દ્વારા કરી શકાતી નથી. ગુજરાત સરકારે કરેલા આ સુધારાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જ્યાં આ મામલો પેન્ડિંગ છે.

આ પણ વાંચો :‘ક્રિકેટર હાર્દિક પંડ્યા ભાજપમાં જોડાયા’, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ; જાણો શું છે સત્ય?

Back to top button