ટ્રેન્ડિંગમનોરંજન

આ બીમારીનો સામનો કરતાં કરતાં પડ્યાં સ્ટ્રેચ માર્ક્સ, સંજય દત્તની પુત્રી ત્રિશાલાએ બ્રાલેટમાં સ્ટ્રેચ માર્ક્સ દેખાતા કર્યો ખુલાસો

Text To Speech

સંજય દત્તની મોટી દીકરી ત્રિશાલા અમેરિકામાં રહે છે અને તે એક સાઇકોથેરેપિસ્ટ છે. જો કે ત્રિશાલા સોશિયલ મીડિયામાં પણ ઘણી જ એક્ટિવ છે. તે અવારનવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરતી હોય છે. હાલમાં જ ત્રિશાલાએ એક તસવીર શૅર કરી જેમાં ત્રિશાલા બ્રાલેટમાં જોવા મળી હતી. આ તસવીરમાં ત્રિશાલાના સ્ટ્રેચ માર્ક્સ જોવા મળ્યા હતા જેને લઈને ત્રિશાલાએ લાંબી નોટ શૅર કરી હતી.

Trishala Dutt
હાલમાં જ ત્રિશાલાએ એક તસવીર શૅર કરી જેમાં ત્રિશાલા બ્રાલેટમાં જોવા મળી હતી. આ તસવીરમાં ત્રિશાલાના સ્ટ્રેચ માર્ક્સ જોવા મળ્યા હતા

સ્ટ્રેચ માર્ક્સને લઈને ત્રિશાલાએ આ ખુલાસો કર્યો
ત્રિશાલાએ સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘મારા શરીર પરના સ્ટ્રેચ માર્ક મને યાદ અપાવે છે કે એક સમયે મારું શરીર ઝડપથી વધતું હતું અને તે સમયે મારી ત્વચા તે ગ્રોથ સાથે તાલમેલ બેસાડી શકી નહીં અને તેને કારણે હવે મારા શરીર પર સ્ટ્રેચ માર્ક્સ પડી ગયા છે. આ બાબત મને એ પણ યાદ અપાવે છે કે તે સમયે મને મારા જીવનના થોડાં ખાલીપણા સામે લડવા માટે તાકાત જોઈતી હતી અને તે માટે પુષ્કળ ભોજન લીધું હતું. મારું શરીર મારા ગ્રોથને સંભાળવા માટે મજબૂત હતું. જોકે, મને આનંદ છે કે હું આમાંથી બહાર આવી ચૂકી છે. તે આદર્શ નહોતું. આ એ નથી, જે હું ઈચ્છતી હતી, પરંતુ મને મળ્યું. આ મારા છે. મારી લડાઈના નિશાન, જે સમય સાથે ધુંધળા થઈ ગયા છે, પરંતુ મને તેના પર ગર્વ છે.’

Trishala Dutt
ત્રિશાલાએ લાંબી નોટ શૅર કરી હતી.

ત્રિશાલા અમેરિકામાં સાઇકોથેરાપિસ્ટ છે
34 વર્ષીય ત્રિશાલા અમેરિકામાં સાઇકોથેરેપિસ્ટ છે. સંજય દત્તને એ વાત ક્યારેય મંજૂર નહોતી કે તેની દીકરી બોલિવૂડમાં એન્ટ્રી કરે. ત્રિશાલાના સંબંધો સાવકી માતા માન્યતા સાથે ઘણાં જ સારા છે.

Sanjay Dutt and Trishala Dutt
ત્રિશાલાના સંબંધો સાવકી માતા માન્યતા સાથે ઘણાં જ સારા છે.

સંજય અને રિચા શર્માની દીકરી છે
ત્રિશાલા દત્ત સંજય તથા રિચા શર્માની દીકરી છે. રિચા 80ના દાયકાની બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે કામ કરતી હતી. રિચા તથા સંજયે 1987માં લગ્ન કર્યા હતા. 1988માં રિચાએ દીકરી ત્રિશાલાને જન્મ આપ્યો હતો. જોકે, થોડાં વર્ષ બાદ રિચાનું બ્રેન ટ્યૂમરને કારણે અવસાન થયું હતું. ત્રિશાલા અમેરિકામાં નાના-નાનીનાં ત્યાં રહીને જ મોટી થઈ છે.

Back to top button