ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

જીવનમાં આવી જાહેરાત ક્યારેય નહીં જોઈ હોય, જૂઓ વીડિયો

  • માત્ર 26 સેકન્ડનો વીડિયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ
  • વીડિયોની શરુઆતમાં તમને પણ કંઈ નહીં સમજાય કે શું છે આમાં…પરંતુ અંત જોશો એટલે ચોંકી જશો 

HD ન્યૂઝ ડેસ્ક. 10 એપ્રિલ: અત્યારે આ ડિજિટલ જમાનાને જોતા દરેકે પોતાના ધંધાને આગળ વધારવા માટે કંઈકને કંઈક કરવું જ પડે છે. ધંધામાં પ્રોડક્ટના પેકેજિંગ, કિંમત, ગુણવત્તાને ધ્યાનમાં રાખવા સિવાય એક બીજી બાબત છે જેના પર કંપનીના માલિકે ખાસ ધ્યાન આપવું પડશે. તે છે જાહેરાત. દરેક કંપનીએ પોતાની પ્રોડક્ટની જાહેરાત કરવાની હોય છે જેથી કરીને લોકો તેમની પ્રોડક્ટ વિશે જાણી શકે. હવે તમારી જાહેરાત જેટલી વધુ સંબંધિત અને અનોખી હશે એટલા જ લોકો તમારી પ્રોડક્ટને લાંબા સમય સુધી યાદ રાખશે. જેમ કે તમે ‘કુછ મીઠા હો જાયે’ સાંભળશો કે તરત જ ડેરી મિલ્કની યાદ આવશે. તમે આવી ઘણી બધી જાહેરાતો જોઈ હશે પરંતુ તમે તમારા જીવનમાં આવી જાહેરાત ક્યારેય નહીં જોઈ હોય જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં શું જોવા મળ્યું?

એક સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે લોકો બાઇક પર બેસીને એક શેરીમાં આવે છે. આ બંનેએ પોતાના ચહેરા ઢાંકેલા છે. બંને એક ઘરની બહાર રોકાય છે. આ પછી એક વ્યક્તિ બાઇક ફેરવે છે અને બીજો વ્યક્તિ એક ઘરમાં પ્રવેશ કરે છે. ઘરમાં એક ખુરશી પર બેગ મૂકેલી જોવા મળે છે, જેને વ્યક્તિ ઉપાડે છે. બંને ભાગવાનો પ્રયાસ કરતા લોકો તેમને પકડી લે છે. આ પછી જે વ્યક્તિએ બેગ ઉપાડી હતી તે બેગમાંથી એક કાપલી કાઢે છે અને તેને સીસીટીવી ફૂટેજમાં બતાવે છે અને અંતે ખબર પડે છે કે તે સીસીટીવી કેમેરા માટેનું પ્રમોશન હતું.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @jaynildave નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમે ક્યારેય અપેક્ષા ન કરી હોત કે વીડિયો આ રીતે સમાપ્ત થશે.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 1 લાખ 39 હજાર લોકોએ જોયો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે એક મીમ શેર કર્યો જેના પર લખ્યું છે – ગરુડ પુરાણમાં આની અલગ સજા છે. અન્ય યુઝરે લખ્યું- અમે બધા સહમત છીએ કે આ એક ક્રિએટિવ જાહેરાત છે. ઘણા યુઝર્સે હસતા ઇમોજી શેર કર્યા છે.

આ પણ વાંચો: દુબઈમાં ડૉલી ચાયવાલાનો વીડિયો જોઈને લોકોએ પૂછ્યું…

Back to top button