ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

કહાની સુપરહિટ સિંગર કે.કે. ઉર્ફે કૃષ્ણકુમાર કુન્નાર્થની

  • બે વર્ષ પહેલાં ચાલુ કોન્સર્ટમાં આવ્યો હતો હાર્ટએટેક
  • ‘છોડ આયે હમ’ ગીતથી મળી હતી સફળતા

મુંબઈ, 10 એપ્રિલઃ બોલિવુડની જેમ મ્યુઝિક ઇન્ડ્સ્ટ્રીનો પણ પોતાનો એક અલગ દબદબો છે. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીએ સિંગરોની દુનિયા છે એમ પણ કહી શકાય કારણ કે ઇન્ડસ્ટ્રીમાં સિંગિંગના ઘણાખરા ધુરંધરો પોતાના અવાજથી લોકોનું મનોરંજન કરતા હોય છે. અહીં એક એવા સિંગરની જર્ની વિશે વાત કરવી છે જેણે લાંબા સમય સુધી પોતાના અવાજના દમ પર ફેન્સના દિલોમાં રાજ કર્યું હતું. જેમ કે હરિહરન, સુરેશ વાડકર, અલકા યાજ્ઞિક, રુપકુમાર રાઠોડ, સુનિધિ ચૌહાણ, સોનુ નિગમ, કવિતા કૃષ્ણમૂર્તિ જેવાં ખ્યાતનામ સિંગરો સાથે આ સિંગરે સુપરહિટ ગીતો ગાયાં છે. સિંગિગને જ અનહદ પ્રેમ કરનાર આ સિંગરે અચાનક ચાલુ કોનસર્ટમાં આ દુનિયાને અલવિદા કરી દીધી હતી. વાત છે પોતાના મધુર અવાજથી મંત્રમુગ્ધ કરનાર સિંગર કૃષ્ણકુમાર કુન્નાર્થ (કેકે)ની.

વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘માચિસ’ થી મળી સફળતા

કેકેએ પોતાની 28 વર્ષની સિંગિગ કરિઅરમાં 700 જેટલા ગીતો ગાયા હતા. કેકેએ હિંદી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ,મરાઠી, બંગાળી અને ગુજરાતી ભાષામાં પણ ગીતો ગાયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે સિંગિગ માટે ક્યારેય ટ્રેનિંગ નથી લીધી તેમ છતાં તેણે આટલા બધા સુપરહિટ ગીતો આપ્યા છે. કેકે એ પોતાની સિંગિગ કરીયરની શરુઆત વર્ષ 1996માં વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘માચિસ’થી કરી હતી, આ ફિલ્મનું ‘છોડ આયે હમ’ સુપરહિટ રહ્યું હતું અને આ ગીતથી લોકોનું તેના પર ગયું હતું.

લગ્ન કરવા માટે કરી સેલ્સમેનની નોકરી

કેકે લગ્ન પહેલા નોકરી શોધવી પડી હતી અને અંતે હાથમાં કંઈ ન આવતાં હોટલ ઇન્ડસ્ટ્રીમાં સેલ્સમેનની નોકરી ચાલુ કરી હતી. નોકરી પછી તેણે પોતાની બાળપણની મિત્ર જ્યોતિ સાથે લગ્ન કર્યા હતા. સેલ્સમેન તરીકે ફક્ત આઠ જ મહિનામાં કંટાળીને નોકરી છોડી દીધી હતી. સેલ્સમેનની નોકરીથી કંટાળેલા કેકેએ નોકરી છોડીને પોતાની સિંગિગની ડેસ્ટિની તરફ કદમ માંડ્યા. આ માટે તેને પરિવારમાંથી પણ સપોર્ટ મળ્યો હતો.

લાઈવ કોન્સર્ટમાં આવ્યો હાર્ટ એટેક

કોલકાતામાં 31 મે 2022માં કેકે જ્યારે લાઈવ કોનસર્ટમાં પર્ફોર્મ કરતા સમયે હાર્ટમાં દુખાવો થતા તે લાઈવ કોનસર્ટ છોડી પોતાની હોટલમાં બેડ પર બેભાન થઈને પડી ગયો હતો. જે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોની તપાસ બાદ ખબર પડી કે કેકેનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. આજે ભલે આ દુનિયામાં કેકે નથી પણ પોતાના ફેન્સ માટે તે સંગીતનો વારસો મુકી ગયા જેને આજે પણ લોકો સાંભળી રહ્યા છે.

આ પણ વાંચો: દિલજીત દોસાંજના મિત્રનો દાવો, અમેરિકામાં રહે છે પત્ની અને પુત્ર

Back to top button