સાવધાન! વડોદરામાં ગૌમાંસ ભરી થતું હતું સમોસાનું વેચાણ, પિતા-પુત્ર સહિત 6ની ધરપકડ
વડોદરા, 10 એપ્રિલ: ગુજરાતના વડોદરામાં પોલીસે દરોડા પાડીને મોટા પ્રમાણમાં ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો છે. આ દરમિયાન દુકાનમાં ગૌમાંસમાંથી સમોસા બનાવવામાં આવી રહ્યા હતા. પોલીસે મોટી માત્રામાં ગૌમાંસ અને તેમાંથી બનાવેલા કાચા સમોસા જપ્ત કર્યા છે. પોલીસે બીફના સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા છે અને દુકાન ચલાવતા છ લોકોની અટકાયત કરી છે. દુકાનમાં મોટી માત્રામાં બીફ રાખવામાં આવ્યું હતું અને તેમાંથી સમોસા તૈયાર કરવામાં આવી રહ્યા હતા. હાલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, આ સમગ્ર મામલો વડોદરાના છીપવાડ સ્થિત હુસૈની સમોસા સાથે સંબંધિત છે. કોઈએ પોલીસ હેલ્પલાઈન પર ફોન કરીને માહિતી આપી હતી કે હુસૈની સમોસાવાળાના ત્યાં ગાયના માંસમાંથી સમોસા બનાવવામાં આવી રહ્યા છે. માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને મુખ્ય આરોપીને ત્યાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 326 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું.
152 કિલો સમોસા
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ કાચા સમોસા 152 કિલો ગૌમાંસમાંથી બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ ગૌમાંસમાંથી બનેલા 61 કિલો સમોસા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે કાચા માલ તરીકે રાખવામાં આવેલ ગૌમાંસ પણ જપ્ત કર્યું છે. આ સમગ્ર દરોડામાં પોલીસે 326 કિલો ગૌમાંસ જપ્ત કર્યું છે. પોલીસે એકત્રિત કરેલા બીફના સેમ્પલ સુરતની લેબમાં મોકલ્યા છે જ્યાંથી તે બીફ છે કે નહીં તેની પુષ્ટિ થઈ શકે છે.