ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કલકત્તા હાઈકોર્ટે બંગાળ પોલીસને ફટકાર લગાવી, NIA અધિકારીઓની ધરપકડ ન કરવાનો નિર્દેશ આપ્યો

Text To Speech
  • કલકત્તા હાઈકોર્ટનો આદેશ – સંદેશખલી કેસની તપાસ CBI કરશે, આગામી સુનાવણી 2 મેના રોજ
  • હાઈકોર્ટે બંગાળ પોલીસને ફટકાર લગાવતા NIA અધિકારીઓની ધરપકડ ન કરવા નિર્દેશ આપ્યો

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 10 એપ્રિલ: કલકત્તા હાઈકોર્ટ તરફથી પશ્ચિમ બંગાળ પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. બંગાળ પોલીસ અને NIAના કિસ્સામાં કલકત્તા હાઈકોર્ટે રાજ્ય પોલીસને સખત ઠપકો આપ્યો છે અને તેમને હાલમાં NIA અધિકારીઓની ધરપકડ ન કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે બંગાળ પોલીસ આગામી સુનાવણી સુધી NIA અધિકારીઓની ધરપકડ નહીં કરે. જો બંગાળ પોલીસ NIA અધિકારીઓની પૂછપરછ કરવા માંગે છે તો તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની પૂછપરછ કરવી પડશે. આ માટે પણ પોલીસે લગભગ 72 કલાક અગાઉ નોટિસ આપવી પડશે. જો કે, આ મામલામાં આગામી સુનાવણી 29 એપ્રિલે થશે.

કલકત્તા હાઈકોર્ટે બંગાળ પોલીસને ઠપકો આપ્યો

બુધવારે થયેલી સુનાવણી દરમિયાન કલકત્તા હાઈકોર્ટે બંગાળ પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું કે, NIA અધિકારીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRમાં ઘણી ખોટી માહિતી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, ‘NIAએ કાયદા મુજબ દરોડા પાડ્યા હતા. ધરપકડ કરાયેલા એક આરોપીની પત્નીની કાઉન્ટર એફઆઈઆરમાં ગંભીર ઈજાનો કોઈ ઉલ્લેખ નથી. છતાં NIA અધિકારીઓ સામે કલમ 325 કેમ નોંધવામાં આવી? સુનાવણી દરમિયાન કલકત્તા હાઈકોર્ટે બંગાળ પોલીસને સખત ઠપકો આપ્યો હતો.

સંદેશખલી કેસમાં હાઈકોર્ટનો CBI તપાસનો આદેશ

બીજી તરફ, કલકત્તા હાઈકોર્ટે સંદેશખલી કેસમાં બળાત્કાર અને જમીન પચાવી પાડવાના આરોપોની CBI તપાસનો આદેશ આપ્યો છે. કલકત્તા હાઈકોર્ટે બુધવારે કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા બંગાળના સંદેશખલીમાં ખંડણી, જમીન પડાવી લેવા અને જાતીય સતામણીના આરોપોની CBI દ્વારા તપાસ કરવામાં આવશે. હવે કોર્ટ 5 જાન્યુઆરીએ સંદેશખલીમાં ED અધિકારીઓ પર થયેલા હુમલાની તપાસ પર નજર રાખશે. કોર્ટના આદેશથી મમતા સરકારને મોટો ફટકો પડ્યો છે. આ ઉપરાંત કોર્ટે સંદેશખલી વિસ્તારમાં 15 દિવસની અંદર  CCTV અને LED લાઇટ લગાવવાની સૂચના આપી છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ : FIR માં લાગેલા આરોપોને NIA એ ફગાવ્યા, જાણો શું કહ્યું

Back to top button