ટ્રેન્ડિંગનેશનલ

મોમોસની દુકાન પર હેલ્પરનો પગાર સાંભળીને લોકો આશ્ચર્યમાં પડ્યા, કહ્યું-‘શું વોક-ઈન ઈન્ટરવ્યુ છે?’

Text To Speech

HD News Desk (અમદાવાદ), 10 એપ્રિલ: આજના સમયમાં સૌથી પડકારજનક કામ નોકરી શોધવાનું છે. લોકો પોતાનું ભણતર પૂરું કર્યા બાદ સારી નોકરીની શોધમાં લાગી જાય છે. કેટલાકને તરત જ નોકરી મળી જાય છે તો કેટલાકને ફાંફા મારવા પડે છે. બીજી તરફ, સારી ડિગ્રી મેળવનારા યુવાનો રસ્તા પર ચા, વડાપાઉં, ઢોંસા વેચીને સારી એવી કમાણી કરી રહ્યા છે. જેમના વીડિયો કે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ બધાની વચ્ચે ઈન્ટરનેટ પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં કામ કરવા માટે મોમોસની દુકાનનો માલિક સારી એવી સેલેરી ઑફર કરી રહ્યો છે. જો કે, આ ફોટો જોયા બાદ લોકો આશ્રર્યમાં પડી ગયા છે.

વાયરલ ફોટામાં શું જોવા મળ્યું?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં એક પોસ્ટર જોવા મળી રહ્યું છે જેના પર વેકેન્સી વિશે લખવામાં આવ્યું છે. આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, ‘એક વર્કરની જરૂર છે. પગાર 25 હજાર રૂપિયા હશે. આ ફોટો X પર અમૃતા સિંહ નામના યુઝરે તેના હેન્ડલ @puttuboy25થી શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ લોકલ મોમોસ શોપ આ દિવસોમાં સારી કંપનીની તુલનામાં વધુ સારા પેકેજ ઑફર કરી રહી છે.’

લોકોએ આપ્યા અવનવા રિએક્શન

અત્યાર સુધી આ પોસ્ટને 88 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. પોસ્ટ જોયા બાદ એક યુઝરે લખ્યું – તમને દરરોજ ખાવા માટે ફ્રી મોમોસ પણ મળશે. અન્ય યુઝરે લખ્યું- તેનું સરનામું અને સંપર્ક વિગતો મોકલો. ત્રીજાએ લખ્યું – તેઓ TCS કરતા વધુ સારું આપી રહ્યા છે. અન્ય યુઝરે લખ્યું- મારે અહીં એપ્લાઈ કરવું જોઈએ. એક યુઝરે પૂછ્યું- શું અહીં Walk-in ઈન્ટરવ્યુ છે?

આ પણ વાંચો: Reel બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં મુક્યો, માંડ માંડ બચ્યો યુવક, જૂઓ વીડિયો

Back to top button