ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા

Text To Speech
  • લીંબુનો બજારમાં ઉપાડ વધતાની સાથે જ લીંબુના ભાવે ડબલ સેન્ચૂરી ફ્ટકારી
  • ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.5થી 20 સુધીનો ઘટાડો
  • હાલ લીંબુના ભાવ વધ્યા છે, કારણ કે, લીંબુની આવક સામે માગ વધી રહી છે: વેપારી

અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેમાં 40 રૂપિયે કિલો મળતા લીંબુનો ભાવ રૂ.200 સુધી પહોંચી ગયો છે. ગરમી શરૂ થતાં જ લીંબુંના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે. લીંબુની આવક સામે માગ વધતા જ વેપારીઓએ ભાવ વધાર્યા છે. તેમજ ઉનાળામાં ગરમી ચાલુ થતા જ લીલા શાકભાજીની આવક વધી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી સાથે માવઠાની મુસીબત, આ વિસ્તારોમાં પડશે વરસાદ 

લીંબુનો બજારમાં ઉપાડ વધતાની સાથે જ લીંબુના ભાવે ડબલ સેન્ચૂરી ફ્ટકારી

શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે લીંબુનો બજારમાં ઉપાડ વધતાની સાથે જ લીંબુના ભાવે ડબલ સેન્ચૂરી ફ્ટકારી છે. રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 200 થી 220 રૂપિયા છે. હજુ થોડા સમય પહેલાં જ હોલસેલમાં લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. જ્યારે રિટેઇલમાં રૂ.80 થી 100 કિલો વેચાણ થતા હતા.બીજી તરફ ઉનાળામાં ગરમી ચાલુ થતા જ લીલા શાકભાજીની આવક વધી છે. જેના લીધ લીલા શાકભાજીના ભાવોમાં રૂ.5 થી 30 સુધીનો હોલસેલમાં ઘટાડો થયો છે. મરચાં હોલસેલમાં રૂ.20, ફુદીનો રૂ.20, કોથમીર 15 કિલો મળી રહી છે. જે રિટેઇલમાં મરચાં રૂ.50, ફુદીનો રૂ.55 , કોથમીર રૂ.50 કિલો વેચાણ કરી રહ્યા છે.

ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.5થી 20 સુધીનો ઘટાડો

રિટેઇલમાં ટામેટાં, દેશી કાકડી, કોબીજ, ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.5થી 20 સુધીનો ઘટાડો થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે. ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાંનો આગ્રહ મોંઘો પડશે તેમ લાગી રહ્યું છે. કારણ કે, ઉનાળાના પ્રારંભે સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. લીંબુના વેપારીઓનું કહેવું છે કે, હાલ લીંબુના ભાવ વધ્યા છે, કારણ કે, લીંબુની આવક સામે માગ વધી રહી છે.

Back to top button