ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંકનો પ્રારંભ કરાયા બાદ પહેલી વાર ત્વચા-ચામડીનું દાન મળ્યું

  • એક લીવર, બે કિડની, બે આંખો તેમજ પ્રથમ વાર સ્કીનનું દાન મળ્યું
  • સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતુંકે, આ 149મું અંગદાન છે
  • સિવિલ હોસ્પિટલમાં અંગદાન દ્વારા ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંકનો પ્રારંભ કરાયા બાદ પહેલી વાર ત્વચા-ચામડીનું દાન મળ્યું છે. ગંભીર રીતે દાઝી ગયેલા, જરૂરી પ્લાસ્ટિક સર્જરીના દર્દીમાં ત્વચા ટ્રાન્સપ્લાન્ટ કરાશે. ચૈત્રી નવરાત્રિ-ગુડી પડવાના અવસરે અંગદાન દ્વારા ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી સાથે માવઠાની મુસીબત, આ વિસ્તારોમાં પડશે વરસાદ 

એક લીવર, બે કિડની, બે આંખો તેમજ પ્રથમ વાર સ્કીનનું દાન મળ્યું

સિવિલમાં આ 149મું અંગદાન છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંકનો પ્રારંભ કરાયા બાદ પહેલી વાર ત્વચા-ચામડીનું દાન મળ્યું છે. અમદાવાદના વિરાટનગરમાં રહેતા રાજુભાઈ પરમાર બ્રેઈન ડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો, જેમાં એક લીવર, બે કિડની, બે આંખો તેમજ પ્રથમ વાર સ્કીનનું દાન મળ્યું છે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે અને ગુડી પડવાના અવસરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંગદાન દ્વારા ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

8મી એપ્રિલે તબીબોએ આ દર્દીને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા

મૂળ ધંધૂકાના વતની અને અમદાવાદના વિરાટનગર ખાતે રહેતાં 52 વર્ષના રાજુભાઈ પરમારને બ્રેઈન સ્ટ્રોક થતાં સારવાર માટે 7મી એપ્રિલે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, 8મી એપ્રિલે તબીબોએ આ દર્દીને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. રાજુભાઈના ત્રણ મોટા બહેનો સજનબહેન પઢિયાર, જશુબહેન રાજપૂત અને ગીતાબા ચાવડા તેમજ ભત્રીજા કિરીટસિંહ પરમાર સહિતના પરિજનોએ રાજુભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો, દર્દીને બ્રેઈનડેડ છે તેવી જાણ થતાં પરિજનોએ સામેથી સિવિલ હોસ્પિટલ તંત્રનો સંપર્ક કરીને અંગોનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કિડની સિવિલની કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરાશે, સિવિલમાં થોડા દિવસો પહેલાં શરૂ થયેલી સ્કીન બેંક દ્વારા ત્વચાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. આ ત્વચા ગંભીર રીતે દાઝી ગયેલા અથવા જરૂરી પ્લાસ્ટિક સર્જરીના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતુંકે, આ 149મું અંગદાન છે

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતુંકે, આ 149મું અંગદાન છે, તેનાથી ત્રણ લોકોને નવું જીવન મળશે, બે લોકોને આંખની રોશની મળશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 480 અંગોનું દાન મળ્યું છે, જેમાં 463 વ્યક્તિને જીવનદાન તેમજ 108 લોકોને દ્રષ્ટિ આપવામાં સહભાગી થયા છીએ. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ સોટ્ટો ટીમ દ્વારા રાત દિવસ અંગદાન મહાદાનના આ યજ્ઞમાં સ્કીન ડોનેશનનો ઉમેરો થયો છે. વધુમાં વધુ સ્કીનનું દાન મળે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

Back to top button