ટ્રેન્ડિંગયુટિલીટી

હવે તમારો ફોન સ્વીચ ઓફ હશે તો પણ તમે ટ્રેક કરી શકશો, ગૂગલે અપડેટ કર્યું આ ફીચર

Text To Speech
  • ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે Find My Device ફીચર અપગ્રેડ કર્યું છે. જેના કારણે તમે હવે એપલ ફોનની જેમ એન્ડ્રોઇડ ફોનને પણ સ્વીચ ઓફ હોવા છતાં ટ્રેક કરી શકાશે

HD ન્યૂઝ ડેસ્ક, 9 એપ્રિલ: ગૂગલ દિવસેને દિવસે તેની સેવાઓમાં વધારો કરી રહ્યું છે. ત્યારે ફરી એક વાર ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે Find My Device ફીચર અપગ્રેડ કર્યું છે. હવે આઇફોન યુઝર્સની જેમ એન્ડ્રોઇડ યુઝર્સ પણ ફોન સ્વીચ ઓફ હોવા છતાં પણ તેને ટ્રક કરી શકશે. જેના કારણે એન્ડ્રોઇડ યુઝર્સ તેમના ખોવાયેલા મોબાઈને શોધવામાં મદદ મળશે. હાલમાં આ અપડેટ અમેરિકા અને કેનેડામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે ટૂંક સમયમાં તેને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Find My Device અપડેટ

  • અપડેટ થયેલ Find My Device નેટવર્ક અન્ય સુસંગત ઉપકરણો સાથે તમારા Android ફોનને શોધવામાં મદદ કરે છે. તે Android 9 કે પછીના વર્ઝન પર ચાલતા ફોન પર કામ કરે છે.
  • આ કંપનીના સૌથી મોટા ફેરફારો પૈકી એક છે, જેમાં એડવાન્સ્ડ નેટવર્ક સક્રિય ઇન્ટરનેટ કનેક્શન ન હોવા છતાં પણ તમારો ખોવાયેલો Android ફોન શોધવામાં તમારી મદદ કરી શકે છે.

કેવી રીતે કામ કરે છે આ ગૂગલનું ફીચર?

  • તે બ્લૂટૂથ નિકટતાનો ઉપયોગ કરીને તમારી નજીકના ઉપકરણોને શોધીને કાર્ય કરે છે.
  • દુનિયાભરમાં એન્ડ્રોઈડ યુઝર્સની લોકપ્રિયતાને જોતા ગૂગલનું નેટવર્ક એપલ કરતા વધુ પાવરફુલ હોઈ શકે છે.
  • કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે ખોવાયેલી વસ્તુની નજીક જેટલા વધુ ઉપકરણો હશે તેમ તેને શોધવાનું સરળ બની જશે
  • Google એ દાવો કર્યો છે કે Pixel 8 અને Pixel 8 Pro ના માલિકો ફોન બંધ હોય ત્યારે પણ તેમના ઉપકરણને શોધી શકે છે.
  • જો તમે નજીકમાં હોય તેવા કોઈ ઉપકરણને શોધી રહ્યાં છો, તો જેમ જેમ તમે તેની નજીક જશો તેમ Find My Device એપ્લિકેશનમાં નેટવર્ક એક દૃશ્યમાન સાઇન બતાવશે.
  • આ વર્ષના અંતમાં, Eufy, Jio, Motorola અને અન્ય કંપનીઓ તેમના પોતાના બ્લૂટૂથ ટ્રેકર્સ પણ લૉન્ચ કરશે જે નવા Find My Device નેટવર્કને સપોર્ટ કરશે.

આ પણ વાંચો: WhatsAppમાં આવ્યું ઉપયોગી ફીચર, ફોટા અને વીડિયો મોકલવાનું બન્યું સરળ

Back to top button