ટ્રેન્ડિંગમનોરંજન

જયા બચ્ચનનો 76મો જન્મદિવસ, બેટર હાફ માટે બિગ બીએ લખી પોસ્ટ

Text To Speech
  • આજે જયા બચ્ચનનો 76મો જન્મદિવસ છે. તેમણે અભિનયથી લઈને રાજકારણમાં અલગ છાપ છોડી છે. તેમના જન્મદિવસ પર બિગ બીએ એક પોસ્ટ લખી છે. .

9 એપ્રિલ, મુંબઈઃ દિગ્ગજ અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચને હિન્દી સિનેમામાં પોતાના અભિનયથી એક અલગ છાપ છોડી છે. જયા બચ્ચને ‘શોલે’, ‘અભિમાન’, ‘ગુડ્ડી’, ‘મિલી’ અને ‘સિલસિલા’ જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીત્યા છે. જયા બચ્ચને અભિનેત્રીથી લઈને રાજકારણ સુધીની સફર ખૂબ જ સારી રીતે સંભાળી છે. આજના સમયમાં તે રાજકારણમાં સંપૂર્ણ રીતે સક્રિય છે અને સાંસદ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.

જયા બચ્ચનનો 76મો બર્થડે

જયા બચ્ચન 9મી એપ્રિલે તેમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 9 એપ્રિલ 1948ના રોજ મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લામાં થયો હતો. અભિનેત્રીનું પૂરું નામ જયા બચ્ચન ભાદુરી છે. આજે તેમના જન્મદિવસના ખાસ અવસર પર, અભિનેત્રીના તમામ ચાહકો અને પ્રશંસકો સોશિયલ મીડિયામાં તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ દરમિયાન મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ પોતાની પત્ની માટે ખાસ પોસ્ટ લખીને પોતાના દિલની વાત કહી છે. બિગ બી અવારનવાર પોતાના બ્લોગ પર પોસ્ટ શેર કરે છે. આજે તેમણે જયા બચ્ચનને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ આપી છે.

જયા બચ્ચનનો 76મો બર્થડેઃ બેટર હાફ માટે બિગ બીએ લખી બ્લોગ પોસ્ટ hum dekhenge news

અમિતાભ બચ્ચને આપી શુભેચ્છાઓ

અમિતાભ બચ્ચને 9 એપ્રિલના રોજ પોતાના બ્લોગમાં લખ્યું, આ એક અન્ય પરિવારના જન્મની સવાર છે. તેના માટે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. મારી બેટર હાફ (પત્ની) આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. આ માટે શુભકામનાઓ આપનાર દરેકનો હૃદયપૂર્વક આભાર. આ સાથે તેમણે જણાવ્યું કે અડધી રાત્રે તેમણે જયા બચ્ચનનો જન્મદિવસ આખા પરિવાર સાથે ઉજવ્યો. ત્યારબાદ રાત્રે 2.30 વાગે સુઈ ગયા, પરંતુ 4-5 વાગ્યા સુધી ઊંઘ ન આવી. આ બ્લોગ પોસ્ટ બાદ ફેન્સ બિગ બી અને જયા બચ્ચનને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ પણ વાંચોઃ અજબ-ગજબ નામ ધરાવતા રાજકીય પક્ષો ચૂંટણીમાં ઉતર્યા છે, જાણો મજાની વાતો

Back to top button