કેનેડાના એડમોન્ટનમાં થયેલા ગોળીબારમાં ભારતીય મૂળના વ્યક્તિના મૃત્યુ
- ભારતીય મૂળના પ્રખ્યાત બિલ્ડર, ગુરુ નાનક શીખ મંદિરના પ્રમુખ અને એન્જિનિયર બુટા સિંહ ગિલની ગોળી મારીને હત્યા
ઓટવા, 9 એપ્રિલ: કેનેડામાં દિન-પ્રતિદિન થતાં હિંસામાં વધારા વચ્ચે એડમોન્ટનમાં ગુરુ નાનક શીખ મંદિરના પ્રમુખ, બિલ્ડર અને એન્જિનિયર એવા ભારતીય મૂળના વ્યક્તિની સોમવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પીડિતાની ઓળખ બુટા સિંહ ગિલ તરીકે થઈ હતી. એડમોન્ટન પોલીસે આ સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું છે કે, આ ઘટના આલ્બર્ટા પ્રાંતમાં એક બાંધકામ સ્થળ પર બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં ભારતીય મૂળના જાણીતા બિલ્ડર બુટા સિંહ ગિલ સહિત ઓછામાં ઓછા બે માણસો માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે, મંગળવારે અને બુધવારે એટોપ્સી કરવામાં આવશે.
Police investigating suspicious deaths: The Edmonton Police Service (EPS) is investigating the deaths of two males in southwest Edmonton this afternoon.
At approximately 12:00 p.m. today, Monday, Apr. 8, 2024, Southwest Branch patrol officers responded… https://t.co/25OT45zPTJ
— Edmonton Police (@edmontonpolice) April 9, 2024
ઘટના અંગે સ્થાનિક પોલીસએ શું કહ્યું?
પોલીસે સોમવારે જારી કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, “આજે સોમવારે 8 એપ્રિલે આશરે 12:00 વાગ્યે, દક્ષિણપશ્ચિમ શાખાના પેટ્રોલિંગ અધિકારીઓએ કેવનાગ બુલેવાર્ડ SW અને ચર્નીયાક વે SW વિસ્તારમાં થયેલા ગોળીબારના રિપોર્ટનો જવાબ આપ્યો હતો અને આ વિસ્તારમાં પહોંચી ત્યારે પોલીસને ત્રણ ઘાયલ પુરુષો મળી આવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિનું મૃત્યુ પામ્યા હતા, અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.” તેમાણે ઉમેર્યું કે, પોલીસ શંકાસ્પદને શોધી રહી નથી કારણ કે બુટા સિંહ પર અનેક ગોળીઓ ચલાવ્યા પછી તરત જ આરોપી માર્યો ગયો હતો.
“પેરામેડિક્સે બચી ગયેલા પુરુષને ગંભીર જીવલેણ ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારથી EPS હોમિસાઈડ વિભાગે તપાસ હાથ ધરી છે. આ દરમિયાન, તેમણે જણાવ્યું કે, મંગળવારે અને બુધવારે એટોપ્સી કરવામાં આવશે.
અહેવાલ મુજબ, રેડિયો ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનિન્દર સિંહ ગિલે જણાવ્યું હતું કે, જ્યારે ગોળીબાર થયું ત્યારે બાંધકામ સ્થળ પર ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિઓ હાજર હતા. જો કે તે સ્પષ્ટ નથી કે ત્રણ વચ્ચેની ઉગ્ર દલીલનું કારણ શું હતું, મનિન્દરએ દાવો કર્યો હતો કે , અન્ય એક ભારતીય નાગરિક અને સિવિલ એન્જિનિયર સરબજીત સિંહને પણ આ ઘટનામાં ગોળી વાગી હતી. સરબજીત સિંહ હાલમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો છે. તેણે અંગ્રેજી દૈનિકને જણાવ્યું હતું કે, બંનેને ગોળી મારનાર વ્યક્તિ પણ ભારતીય મૂળનો વ્યક્તિ હતો.
આ પણ જુઓ: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ, પિતાને ફોન કરીને 1200 ડૉલરની ખંડણી માંગી હતી