ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર ઐતિહાસિક સપાટીએ: સેન્સેક્સે 75 હજારની સપાટી વટાવી, નિફ્ટીમાં તેજી

Text To Speech
  • BSEમાં લિસ્ટેડ કંપનીઓનું M-કેપ પણ રૂપિયા 400 લાખ કરોડને પાર કરી ગયું

નવી દિલ્હી, 9 એપ્રિલ: શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે આજે બજારના બંને સૂચકાંકો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે મંગળવારે સેન્સેક્સ 166.83 પોઈન્ટના વધારા સાથે 74,909.33 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટી પણ 50.90 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 22,717.20 પર પહોંચ્યો હતો. આજે પણ શેરબજાર લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યું છે જે શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે સારા સંકેતો છે. સેન્સેક્સે પહેલીવાર 75000નો આંકડો પાર કર્યો છે. આ સિવાય BSEમાં લિસ્ટેડ કંપનીઓનું M-કેપ પણ રૂપિયા 400 લાખ કરોડને પાર કરી ગયું છે. આજે સેન્સેક્સ 166 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 50 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. બજારના ઉછાળામાં IT શેરનો મોટો ફાળો છે. શરૂઆતના કારોબારમાં IT શેરોમાં ખરીદારીથી બજારને ફાયદો થયો.

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે, સોમવારે બજારે બનાવેલો નવો રેકોર્ડએ બજારમાં તેજીની પુષ્ટિ કરે છે. સોમવારે બજારની ચાલમાં તંદુરસ્ત અને ઇચ્છનીય વલણએ લાર્જકેપ્સનું આઉટ પરફોર્મન્સ હતું. આ ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે.

ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો

ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, HCL ટેક્નોલોજીસ, ટાટા મોટર્સ, વિપ્રો, ICICI બેંક અને નેસ્લેના શેર સેન્સેક્સમાં ટોચના ગેનર છે. તે જ સમયે, JSW સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

વૈશ્વિક બજારની સ્થિતિ શું છે?

એશિયન બજારોમાં, ટોક્યો અને હોંગકોંગ ઊંચા ટ્રેડિંગમાં રહ્યા હતા, જ્યારે સિઓલ અને શાંઘાઈ નીચા ટ્રેડિંગમાં હતા. વોલ સ્ટ્રીટ સોમવારે મિશ્ર કારોબાર સાથે સમાપ્ત થયું હતું. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો(FIIs)એ સોમવારે રૂ. 684.68 કરોડની ઇક્વિટી વેચી હતી. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.19 ટકા વધીને 90.55 US ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. આજે ગુડી પડવા નિમિત્તે વિદેશી હૂંડિયામણનું બજાર બંધ છે.

આ પણ જુઓ: અદાણીએ MG મોટર સાથે મિલાવ્યો હાથ: દેશભરમાં EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે

Back to top button