ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકી હુમલો, એક નાગરિક ઈજાગ્રસ્ત

Text To Speech

દિલ્હીના રહેવાસી ડ્રાઈવરને ગોળી મરાઈ

પરમજીત સિંહની હાલત ગંભીર

જમ્મુ, 8 એપ્રિલ : જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સોમવારે આતંકી હુમલો થયો હતો. શોપિયા જિલ્લામાં આતંકવાદીઓએ એક બિન-કાશ્મીરી ડ્રાઈવર પર હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં આતંકવાદીઓએ તેને ગોળી મારી હતી. આમાં તેને ઈજા થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

ડ્રાઈવર દિલ્હીનો છે

મળતી માહિતી મુજબ, પરમજીત સિંહ દિલ્હીનો રહેવાસી છે જે વ્યવસાયે ડ્રાઈવર છે. તે કાર લઈને શોપિયા વિસ્તારમાં આવ્યો હતો. સોમવારે મોડી સાંજે આતંકીઓએ તેને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. તેને નજીકથી ગોળી વાગી હતી. જેમાં પરમજીતને ઈજા થઈ હતી. ગોળીનો અવાજ સાંભળીને લોકોએ પોલીસને જાણ કરી હતી.

ઘાયલની હાલત ગંભીર છે

આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને ઉપાડીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત હજુ પણ જોખમમાં છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. હકીકતમાં લાંબા સમય બાદ કાશ્મીરમાં આવો હુમલો જોવા મળ્યો છે.

Back to top button