ટ્રેન્ડિંગધર્મ

કેવી રીતે થઈ હતી નવરાત્રિની શરૂઆત? કોણે કર્યા હતા પ્રથમ ઉપવાસ?

  • શું તમે જાણો છો કે નવરાત્રિ દરમિયાન સૌથી પહેલા 9 દિવસનો ઉપવાસ કોણે કર્યો હતો? નવરાત્રિની શરૂઆત કેવી રીતે થઈ હતી? નવરાત્રિનું વ્રત સૌ પ્રથમ કોણે રાખ્યું હતું?

નવરાત્રિમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શક્તિ સ્વરૂપા માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે, ભક્તો વર્ષમાં બે વાર શારદીય અને ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરે છે. નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે, પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિ દરમિયાન સૌથી પહેલા 9 દિવસનો ઉપવાસ કોણે કર્યો હતો? નવરાત્રિની શરૂઆત કેવી રીતે થઈ હતી? નવરાત્રિનું વ્રત સૌ પ્રથમ કોણે રાખ્યું હતું?

આ રીતે થઈ હતી નવરાત્રિની શરૂઆત

માતા દુર્ગા સ્વંય શક્તિનું સ્વરૂપ છે. નવરાત્રિમાં ભક્તો આધ્યાત્મિક શક્તિ, સુખ અને સમૃદ્ધિની ઈચ્છા સાથે માની ઉપાસના કરે છે. નવરાત્રિની શરૂઆત જેના દ્વારા થઈ તેણે પણ માતા પાસે આધ્યાત્મિક બળ અને વિજયની કામના કરી હતી. વાલ્મીકિ રામાયણમાં વર્ણવવામાં આવ્યું છે કે ભગવાન રામે કિષ્કિંધા નજીક ઋષ્યમૂક પર્વત પર લંકા પર ચડાઈ કરતા પહેલા માતા દુર્ગાની ઉપાસના કરી હતી. બ્રહ્માજીએ શ્રી રામને દેવી દુર્ગાના સ્વરૂપ ચંડી દેવીની પૂજા કરવાની સલાહ આપી હતી. બ્રહ્માજીની સલાહ લઈને, ભગવાન રામે એકમની તિથિથી નવમી તિથિ સુધી ચંડી દેવીનો પાઠ કર્યો હતો.

કેવી રીતે થઈ હતી નવરાત્રિની શરૂઆત? hum dekhenge news

ભગવાન રામને મળ્યા હતા મા દુર્ગાના આશીર્વાદ

બ્રહ્માજીએ ચંડી પાઠની સાથે સાથે રામ ભગવાનને એ પણ કહ્યું કે પૂજા ત્યારે જ સફળ થશે જ્યારે ચંડી પાઠ અને હવન બાદ 108 નીલ કમલ પણ અર્પિત કરવામાં આવશે. આ નીલ કમળ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. રામજીને પોતાની સેનાની મદદથી આ 108 નીલ કમલ મળ્યા, પરંતુ જ્યારે રાવણને આ વાતની ખબર પડી તો તેણે પોતાની જાદુઈ શક્તિથી એક નીલ કમલને ગાયબ કરી દીધું. ચંડી પૂજનના અંતે જ્યારે ભગવાન રામે નીલ કમલ ચઢાવ્યા ત્યારે એક કમળ ઓછું જોવા મળ્યું. આ જોઈને તે ચિંતિત થઈ ગયા, પરંતુ અંતે તેમણે કમળને બદલે માતા ચંડીને પોતાની એક આંખ અર્પણ કરવાનું નક્કી કર્યું. તેમણે આંખો અર્પણ કરવા માટે બાણ ઉપાડ્યું કે તરત જ માતા ચંડી પ્રગટ થયા. માતા ચંડી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને વિજયના આશીર્વાદ આપ્યા.

એકમથી લઈને નોમ સુધી શ્રી રામે ચંડી માતાને પ્રસન્ન કરવા માટે અન્ન-જળનો ત્યાગ કર્યો. નવ દિવસ સુધી દેવી દુર્ગાના સ્વરૂપ ચંડી દેવીની પૂજા કર્યા પછી, ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો. એવું માનવામાં આવે છે કે ત્યારથી નવરાત્રિ શરૂ થઈ અને ભગવાન રામ પ્રથમ રાજા હતા જેમણે નવરાત્રિના 9 દિવસના ઉપવાસ કર્યા. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સંપૂર્ણ ભક્તિભાવ સાથે નવરાત્રિનું પૂજન-અર્ચન અને ઉપવાસ કરે છે, તેને જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિ પર કરો સરળ વિધિથી કળશ સ્થાપના, સવારે 6.02થી શુભ મુહૂર્ત

Back to top button