ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ચૂંટણી લડવાના સમાચાર પર સંજય દત્તે મૌન તોડ્યું, પોસ્ટ શેર કરીને કર્યો ખુલાસો

Text To Speech
  • સંજય દત્તે રાજકારણમાં આવવાની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું
  • ઘણા સમયથી અભિનેતા વિશે સમાચાર આવી રહ્યા હતા કે તે રાજકારણમાં પગ મુકશે
  • સંજય દત્તે હવે X પર પોસ્ટ કરીને ખુલાસો કર્યો છે કે તે કોઈ પાર્ટીમાં જોડાઈ રહ્યા નથી

મુંબઈ, 8 એપ્રિલ: ઘણા દિવસોથી એવી અફવાઓ ચાલી રહી હતી કે બોલીવુડ સ્ટાર સંજય દત્ત 2024ની લોકસભા ચૂંટણીમાં હરિયાણાથી ચૂંટણી લડી શકે છે. જો કે અભિનેતાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આવી તમામ અફવાઓ વિશે પોસ્ટ કરીને ખુલાસો કર્યો છે. આ સિવાય સંજય દત્તે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, ‘હું રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહ્યો હતો તો તેની માહિતી હું પોતે જ આપોત.’ અફવાઓનું જોર પકડવાનું બીજુ કારણ એ પણ હતું કે સંજય દત્તના પિતા અને અભિનેતા સુનીલ દત્ત મુંબઈથી સાંસદ અને મંત્રી રહી ચૂક્યા છે. સંજય દત્તનું હરિયાણા સાથે ખાસ કનેક્શન છે. તેમનું પૈતૃક ઘર હરિયાણાના યમુનાનગરમાં છે.

સંજય દત્તે ચૂંટણી લડવા અંગે મૌન તોડ્યું

 

બોલિવૂડ અભિનેતાએ સોમવારે બપોરે રાજકારણમાં જોડાવાની અફવાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. સંજય દત્તે લખ્યું, ‘હું રાજનીતિમાં જોડાવાની તમામ અફવાઓનો અંત લાવવા માંગુ છું. હું કોઈ પાર્ટીમાં જોડાઈ રહ્યો નથી કે ચૂંટણી લડી રહ્યો નથી. જો મેં રાજકીય મેદાનમાં આવવાનું નક્કી કર્યું હોત, તો તેના સમાચાર સૌથી પહેલા હું જ આપોત. કૃપા કરીને અફવાઓથી દૂર રહો.

સંજય દત્તના પરિવારની રાજકીય પૃષ્ઠભૂમિ

સંજય દત્તના પિતા કોંગ્રેસની મનમોહન સિંહ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમની બહેન પ્રિયા દત્ત પણ સાંસદ રહી ચૂકી છે. કોંગ્રેસ હરિયાણાની કરનાલ સીટ પર ભાજપ સામે મજબૂત ઉમેદવાર ઉતારવા માંગે છે. આ જ કારણ છે કે સંજય દત્તનું નામ ચર્ચામાં રહે છે. આ સિવાય અભિનેતા INLD નેતા અભય સિંહ ચૌટાલાના પ્રચાર માટે ઘણી વખત હરિયાણા આવ્યા હતા. જો કે, હવે અભિનેતાએ પોતે જ આવા તમામ અહેવાલોને ફગાવી દીધા છે.

આ પણ વાંચો: પત્નીની “રીલ” જિંદગીથી કંટાળેલા પતિએ “રિયલ” લાઈફ ટૂંકાવી દીધી, જાણો આઘાતજનક કિસ્સો

Back to top button