ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ચૂંટણી પહેલા પીએમ મોદી અને રાજનાથ વિરુદ્ધ ઝેર ઓક્યું

  • ફરી એકવાર ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ભારત વીરુદ્ધ ઝેર ઓક્યું
  • વીડિયો શેર કરી પન્નુએ PM મોદી, રાજનાથ સિંહ અને એસ જયશંકરને ફડકાર ફેંક્યો

દિલ્હી, 8 એપ્રિલ: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આતંકવાદીએ એક વીડિયો જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકરને પડકાર ફેંક્યો છે. મોદી સરકાર સામે મોરચો ખોલવાની વાત કરતા પન્નુએ કહ્યું કે તેમનું સંગઠન શીખ ફોર જસ્ટિસ કહેવાતા ખાલિસ્તાન જનમત માટે અભિયાન ચાલુ રાખશે. પન્નુએ 19 એપ્રિલથી શરૂ થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી વિરુદ્ધ ષડયંત્રની વાત પણ કરી છે.

મોદી સરકાર સામે મોરચો ખોલવાની કરી વાત

મોદી સરકાર સામે મોરચો ખોલવાની વાત કરતા પન્નુએ કહ્યું કે તેમનું સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) કહેવાતા ખાલિસ્તાન જનમત માટે અભિયાન ચાલુ રાખશે. પન્નુએ 19 એપ્રિલથી શરૂ થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી વિરુદ્ધ ષડયંત્રની વાત પણ કરી છે.

પન્નુએ તેના સમર્થકોને ભાજપનો વિરોધ કરવાનું કહ્યું

આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું કે તે તેના સંગઠનને અપીલ કરશે કે તેઓ તેમની રેલીઓમાં ભાજપના નેતાઓને શરમાવે અને તેમનો વિરોધ કરે. લગભગ 3 મિનિટના લાંબા વિડિયોમાં રાજનાથ સિંહના એક ટીવી ચેનલ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુની ક્લિપ્સ બતાવવામાં આવી હતી, જેમાં સંરક્ષણ પ્રધાન કહે છે કે ભારતની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ આતંકવાદીને સરકાર જડબાતોડ જવાબ આપશે. વીડિયોમાં એક રેલીમાં પીએમની ક્લિપ પણ બતાવવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે “આજનું ભારત ઘરમાં ઘૂસીને મારે છે.”

પીએમ મોદીએ આ વાત કહી હતી

4 એપ્રિલે જમુઈમાં તેમની જાહેર રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે યુપીએ શાસન દરમિયાન ભારતને એક નબળો દેશ માનવામાં આવતો હતો. લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં નાના દેશોના આતંકવાદીઓ હુમલા કરતા હતા અને કોંગ્રેસ અન્ય દેશોને તેની ફરિયાદ કરતી હતી, પરંતુ આજે ભારત દુશ્મનના ઘરમાં ઘૂસીને હુમલો કરી શકે છે.

પીએમે આગળ કહ્યું, “શું તમને યાદ છે કે 10 વર્ષ પહેલા વિશ્વમાં ભારતનો અભિપ્રાય શું હતો? કોંગ્રેસના શાસન દરમિયાન ભારતને નબળો અને ગરીબ દેશ માનવામાં આવતો હતો. નાના દેશોના આતંકવાદીઓ ભારત પર હુમલો કરતા હતા અને કોંગ્રેસ તેની ફરિયાદ અન્ય દેશોને કરતી હતી, પરંતુ આજે ભારત દુશ્મનના ઘરમાં ઘૂસીને હુમલો કરી શકે છે.

આ પણ વાંચો: 8774 સિમ કાર્ડ અને નેપાળી ચલણના મામલામાં 3ની ધરપકડ, સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથધરી

Back to top button