અમદાવાદ, 8 એપ્રિલ 2024, તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા બાબથે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી માથાકૂટ બાદ મામલો આંતરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ હતો. ત્યારબાદ હવે સાત અફઘાની વિદ્યાર્થીઓને હોસ્ટેલ રૂમ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ મુદ્દે અધિકારી સુત્રોનું કહેવું છે કે, પાંચેક વિદ્યાર્થીઓ હોસ્ટેલ ખાલી કરી ચૂક્યા છે. જે વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાની સૂચના અપાઈ છે તેમણે તેમનો અભ્યાસ પૂરો કર્યો છે અથવાતો કેટલીક ઐપચારિકતા બાકી છે જેથી તેમણે હોસ્ટેલમાં રહેવું જરૂરી નથી. હાલમાં આ મુદ્દે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠ્યો છે.
BIG BREAKING NEWS 🚨 7 Afghan Students expelled from Gujarat University Hostel amid Namaz controversy.
Afghanistan Consulate has been notified about the decision ⚡
Last month, foreign students had alleged that they were stopped from offering Namaz within the hostel premises in… pic.twitter.com/43AReDRJ7d
— Times Algebra (@TimesAlgebraIND) April 7, 2024
ઘણા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ પણ હોસ્ટેલ છોડતા નથી
યુનિવર્સિટી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ, તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ કોઈને કોઈ કારણસર હોસ્ટેલમાં રહી રહ્યા છે. આવા કિસ્સાઓને જોતા યુનિવર્સિટી તેની સામે કડક નિયમો લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે.યુનિવર્સિટીના નિયમો મુજબ, વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો થયા પછી હોસ્ટેલની સુવિધાઓનો ઉપયોગ કરી શકતા નથી. જે 7 વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે તે તમામ આ કેટેગરીમાં આવે છે.
હોસ્ટેલના કેમ્પસમાં નમાઝ પઢવા મામલે બબાલ થઈ હતી
ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં 180 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ છે. ગત મહિને જ અમુક વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના કેમ્પસમાં નમાઝ પઢવા મામલે બબાલ થઈ હતો. આ દરમિયાન 20-25 લોકોના ટોળાએ તેમની સાથે મારપીટ કરી તોડફોડ મચાવી હતી. પોલીસે આ મામલે 25થી વધુ લોકો સામે એફઆઈઆર નોંધી હતી. આ મામલો વિદેશ મંત્રાલય સુધી પહોંચી ગયો હતો જેના બાદ અફઘાનિસ્તાનના એક પ્રતિનિધિમંડળે યુનિવર્સિટીના કેમ્પસની મુલાકાત પણ લીધી હતી.
આ પણ વાંચોઃઅમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં 55 હજાર વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવ્યો