ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જેલનો જવાબ વોટથીઃ કેજરીવાલના ફોટા સાથે AAPએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

Text To Speech
  • AAPના સુપ્રિમો જેલમાં, છતાં પાર્ટીનું કેમ્પેઇન ધીમું ન પડ્યું
  • AAP પાર્ટીએ ચૂંટણીમાં દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને જ મુદ્દો બનાવ્યો

દિલ્હી, 8 એપ્રિલ: દિલ્હીનું રાજકારણ કેજરીવાલની ધરપકડ થયા પછી ગરમાયું છે. એકબાજુ કેજરીવાલ જેલમાં છે. ત્યારે ચૂંટણીની કમાન પાર્ટીના લોકોએ સંભાળી છે. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ નવો નારો “જેલનો જવાબ વોટથી” રિલીઝ કર્યો છે. આ સાથે પાર્ટી તરફથી એક ફોટો પણ જાહેર કરાયો છે જેમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલના સળીયા પાછળ જોવા મળે છે અને તેની નીચે હિન્દીમાં લખ્યું છે કે, ” જેલકા જવાબ વોટ સે”.

 

કેજરીવાલનો જેલવાસ યથાવત, ના મળી રાહત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઇડી દ્વારા રાષ્ટ્રીય રાજધાની આબકારી નીતિ મામલે 21 માર્ચે ધરપકડ કરી હતી. તે પછી ઇડીએ 22મી એ તેમને કોર્ટમાં રજુ કર્યા. રાઉસ એવન્યુ કોર્ટે બે વાર ક્સ્ટડીમાં મોકલવામાં આવ્યા. વધુમાં દિલ્હી સીએમની ત્રીજી જમાનત અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે જે 15 એપ્રિલે પુરી થશે. આ ન્યાયિક કસ્ટડીમાં કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલને, વકીલ સહિત છ લોકો સાથે નિયમ મુજબ મળવાની પરવાનગી છે.

છેલમાંથી છુટેલા સાંસદે ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

આમ આદમી પાર્ટીના લોકસભા ચુંટણીના સ્લોગન લોન્ચ થયા પહેલા પાર્ટીના સાંસદ સંજય સિંહએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, ભાજપશાસિત કેન્દ્ર સરકારે સુનિયોજિત રીતે લાખો કરોડોનો ભ્રષ્ટાચાર ઈલેક્ટોરલ બોન્ડની આડમાં કર્યો છે. જેમાં ખાનગી કંપનીઓેને નિયમોમાં બદલાવ કરીને કરોડો રુપિયાને છુટ આપીને તેના બદલામાં કોન્ટ્રાક્ટની લહાણી કરી છે. આ સિવાય સંજયે સિંહે દેશની સમક્ષ બધો ડેટા જાહેર કરવા બદલ સુપ્રિમ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: કોંગ્રેસની ફજેતી: રાહુલ ગાંધીની સભામાં ભાજપના ઉમેદવારનો ફોટો લગાવ્યો

Back to top button