ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કંગના રનૌતે આપ્યો બીફ ખાવાના આક્ષેપનો જવાબ, જાણો શું કહ્યું

નવી દિલ્હી, 08 એપ્રિલ: કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે આરોપ લગાવ્યો હતો કે કંગના રનૌતે તાજેતરમાં જણાવ્યું હતું કે તે બીફ ખાય છે. એક ખાનગી ન્યૂઝ એજન્સી મુજબ વડેટ્ટીવારે કહ્યું કે,”બીજેપીએ તે કંગના રનૌતને ટિકિટ આપી છે, જેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેને બીફ પસંદ છે અને તે ખાય છે. કંગનાના બીફ ખાવાની વાત પર વિવાદ પેદા થતાં હવે ખુદ ધાકડ ક્વીને તેનો વળતો જવાબ આપ્યો છે.

કંગનાએ X પર વળતો જવાબ આપ્યો

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પર કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવાર સામે ભાજપે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી છે. ત્યારે આ સીટ પણ ચર્ચામાં છે.કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે ક્વીન કંગના પર બીફને લઇને દાવો કર્યો હતો.જેના જવાબમાં કંગનાએ સોશિયલ મીડિયા X પર વળતો જવાબ આપ્યો હતો. કંગનાએ એક્સ પર લખ્યું કે, હું બીફ કે અન્ય કોઈ પણ પ્રકારના લાલ માંસનું સેવન નથી કરતી. આ વાત ખૂબ શરમજનક છે કે મારા વિશે બધી રીતે આધારહીન અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું દશકાઓથી યૌગિક અને આયુર્વેદિક જીવન શૈલીનો પ્રચાર કરી રહી છું. ગળ કંગનાએ જણાવ્યું હતું કે, ‘આ પ્રકારની રણનીતિથી મારી છબિને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે લોકો મને જાણે છે કે હું એક ગૌરવાન્વિત હિંદુ છું અને કોઈ પણ વસ્તુ મને ક્યારેય ગેરમાર્ગે દોરી શકશે નહીં. જ્ય શ્રી રામ..’

કંગનાએ શું કહ્યું હતું કે બીફ ખાવા પર વિવાદમાં સપડાઈ?

વાત એમ છે કે, કંગનાએ 24 મે 2019ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ‘બીફ કે અન્ય કોઈ માંસ ખાવામાં કોઈ નુકસાન નથી. તે ધર્મ વિશે નથી! એ વાત કોઈથી છુપી નથી કે 8 વર્ષ પહેલા મેં શાકાહાર અપનાવીને એક યોગીનો માર્ગ પસંદ કર્યો હતો. હું માત્ર એક જ ધર્મમાં માનતી નથી. તેણે વધુમાં કહ્યું કે તેનાથી વિપરીત મારો ભાઈ માંસ ખાય છે. આમ, હવે કંગનાની રાજકારણમાં એન્ટ્રી થતાં અલગ-અલગ આપત્તિજનક ટિપ્પણીને લઈને વિવાદમાં સપડાય છે. જો કે, અગાઉ સુભાષચંદ્ર બોઝને ફર્સ્ટ પીએમ તરીકે ઉલ્લેખિત કરતાં કંગના ખૂબ ટ્રોલ થઈ હતી.

આ પણ વાંચો: ‘નેહરુ-કોંગ્રેસ સાથે સ્પર્ધા કરવા માટે નેતાજી નામનો ઉપયોગ ના કરો’: કંગના ઉપર બગડ્યા સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર

Back to top button