યુપીમાં વધુ એક કેસરીયા! પ્રદેશના પૂર્વ ડીજીપી પોતાની પત્ની સાથે જોડાયા ભાજપમાં
- ઊત્તર પ્રદેશમાં ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠકની હાજરીમાં રાજ્યના પૂર્વ ડીજીપી વિજય કુમાર પોતાની પત્ની સાથે ભાજપમાં જોડાયા
ઉત્તર પ્રદેશ,8 એપ્રિલ: લખનઉમાં સોમવારે ભાજપ કાર્યાલયમાં પૂર્વ ડીજીપી વિજય કુમાર અને તેમના પત્ની સાથે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ પણ કેસરીયો ધારણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના ઉપમુખ્યમંત્રી ઉપસ્થિત રહી પક્ષમાં આવનાર દરેકનું સ્વાગત કર્યું હતું.
#WATCH लखनऊ: उत्तर प्रदेश के पूर्व डीजीपी विजय कुमार अपनी पत्नी के साथ उत्तर प्रदेश के उपमुख्यमंत्री ब्रजेश पाठक की मौजूदगी में भारतीय जनता पार्टी में शामिल हुए।
समाजवादी पार्टी और कांग्रेस के भी कई नेता आज भाजपा में शामिल हुए हैं। pic.twitter.com/LTFcctengG
— ANI_HindiNews (@AHindinews) April 8, 2024
યુ.પી.ના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે સૌને આવકાર્યા
ડેપ્યુટી સીએમએ જણાવ્યું કે, “મોટી સંખ્યમાં વિવિધ પક્ષોમાં કામ કરનારા મોટા રાજનૈતિક નેતાઓએ ભાજપની સદસ્યતા સ્વીકારી હતી.પાર્ટીમાં આવનારા દરેક લોકોનું હું સ્વાગત કરું છું અને આ પ્રસંગે સૌને અનુરોધ કરું છું કે બધા લોકો સાથે મળીને ઉત્તર પ્રદેશમાં 80 સીટો પ્રંચડ બહુમતથી જીતવા માટે સાથે મળીને કામ કરશે.”
આ દરમિયાન આજે સોમવારે ડેપ્યુટી મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકની હાજરીમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બીએસપીના અન્ય ઘણા નેતાઓ પણ ભાજપનું સભ્યપદ લેનારાઓમાં સામેલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, વિજય કુમાર થોડા સમય પહેલા ડીજીપી પદ પરથી નિવૃત્ત થયા છે. માનવામાં આવે છે કે, ભાજપ તેમને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવી શકે છે. ભાજપે હજુ સુધી ઉત્તર પ્રદેશની 12 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા નથી. એવી ચર્ચા છે કે, ભાજપ તેમને માછલીશહર અથવા કૌશામ્બીથી ઉમેદવાર બનાવી શકે છે.
આ પણ જુઓ: હૈદરાબાદમાં ભાજપ ઉમેદવાર માધવી લતાને આપવામાં આવી Y+ કેટેગરી સુરક્ષા, જાણો કારણ