ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં 9.50 લાખ પ્રોપર્ટી કાર્ડ પર હજી રૂ.73 કરોડના મહેસૂલ વેરાની વસૂલાત બાકી

  • ગત ઓગસ્ટથી 5 એપ્રિલ સુધીમાં 5 કરોડથી વધુ વસૂલવામાં આવ્યા
  • મહેસૂલ અને અન્ય વેરા વસુલવાની જવાબદારી મામલતદાર અને તલાટી કરે છે
  • ચૂંટણીના લીધે કામગીરી ધીમી પડી ગઇ છે તેમ અધિકારીઓ જણાવી રહ્યાં છે

અમદાવાદમાં 9.50 લાખ પ્રોપર્ટી કાર્ડ પર હજી રૂ.73 કરોડના મહેસૂલ વેરાની વસૂલાત બાકી છે. જેમાં બાકી અને રેગ્યુલર રકમની વસૂલાત માટે બોજો દાખલ કરવાની સત્તાનો હાલ અમલ નહીં. તથા ગત ઓગસ્ટથી 5 એપ્રિલ સુધીમાં 5 કરોડથી વધુ વસૂલવામાં આવ્યા છે. 5મી એપ્રિલ સુધીમાં 15 લાખની વસૂલાત કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: ચૈત્રી નવરાત્રીને લઇ અંબાજી મંદિરની આરતી, દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર

ગત ઓગસ્ટથી પાંચમી એપ્રિલ સુધીમાં પાંચ કરોડથી વધુની રકમ સિટી સરવેની કચેરી દ્વારા વસૂલાઇ

અમદાવાદ સિટી સરવે કચેરી દ્વારા ઇસ્યુ કરાયેલા 9.50 લાખ પ્રોપર્ટી કાર્ડ મહેસૂલ વેરાની બાકી 78.43 કરોડ રકમ વસૂલવાની જવાબદારી ગત ઓગસ્ટથી સિટી સરવેની કચેરીને જ સોંપવામાં આવી છે. ગત ઓગસ્ટથી પાંચમી એપ્રિલ સુધીમાં પાંચ કરોડથી વધુની રકમ સિટી સરવેની કચેરી દ્વારા વસૂલાઇ છે. ત્યારે હજી આશરે 73 કરોડથી વધુ રકમ વસુલવાની બાકી છે. ચૂંટણીના લીધે કામગીરી ધીમી પડી ગઇ છે, સાથો સાથ બાકી અને રેગ્યુલર રકમની વસૂલાત માટે પ્રોપર્ટી પર બોજો દાખલ કે તેની હરાજી કરવાની સત્તાનો પણ કર્મચારીઓએ અમલ કરવાનું માંડી વાળ્યું છે.

આ પણ વાંચો: દ્વારાકાના ભાણવડ ગામે રખડતા શ્વાને 11 વર્ષીય બાળકી પર હુમલો કરતા બાળકીનું મૃત્યુ

મહેસૂલ અને અન્ય વેરા વસુલવાની જવાબદારી મામલતદાર અને તલાટી કરે છે

જિલ્લા કલેક્ટર હેઠળની કચેરીઓ પાસે રહેલી સત્તા અંતર્ગત જુલાઈ-2023 સુધીમાં માત્ર 73 લાખની વસૂલાત થઇ હતી. આ પછી ઓગસ્ટથી સિટી સરવે કચેરીને જવાબદારી સોંપાઈ હતી. સિટી સરવેના અધિકારીઓએ કહ્યું કે, કચેરી દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 9.50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરાયા છે, જેમાં મોટા ભાગના અમદાવાદ પશ્ચિમ અને કોટ વિસ્તારો છે. જે મિલ્કતોના પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરાયા છે, તેવી બિનખેતી પ્રોપર્ટી પર રેગ્યુલર અને બાકી મહેસૂલ વેરો, શિક્ષણ ઉપરકર, લોકલ શેષની રેગ્યુલર તેમજ બાકી રકમ વસૂલવાની ગત ઓગસ્ટથી સિટી સરવેની કચેરીને જવાબદારી સોંપાઈ છે. જ્યાં પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થયા નથી, તેવા વિસ્તારોમાં મહેસૂલ અને અન્ય વેરા વસુલવાની જવાબદારી મામલતદાર અને તલાટી કરે છે.

Back to top button