ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

દ્વારાકાના ભાણવડ ગામે રખડતા શ્વાને 11 વર્ષીય બાળકી પર હુમલો કરતા બાળકીનું મૃત્યુ

Text To Speech
  • ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી
  • દેવભૂમિ દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે
  • નગરપાલિકામાં શ્વાનને લઈ અનેક ફરિયાદો કરવામાં આવી

ગુજરાતમાં રખડતા શ્વાનનો ત્રાસ વધતો જાય છે. સરકાર ખસીકરણ માટે લાખો રૂપિયા તંત્રને ચૂકવે છે છતા પણ શ્વાનની સંખ્યા વધી રહી છે. જેમાં દ્વારાકાના ભાણવડ ગામે રખડતા શ્વાને 11 વર્ષીય બાળકી પર હુમલો કરતા બાળકીનું મૃત્યુ થયુ છે.

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપો નહિ તો ક્ષત્રિય સમાજ ઉમેદવારને મેદાનમાં ઉતારશે: શેરસિંહ રાણા

દેવભૂમિ દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે

દેવભૂમિ દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. જેમાં ભાણવડ ગામે રખડતા શ્વાને 11 વર્ષીય બાળકી પર હુમલો કરતા બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી. ત્યા તેમનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં શ્વાનને લઈ અનેક ફરિયાદો કરવામાં આવી છે પણ તંત્ર આ બાબતને કઈ ગંભીરતાથી લઈ રહ્યું નથી.

આ પણ વાંચો: ગુજરાત: ચૈત્રી નવરાત્રીને લઇ અંબાજી મંદિરની આરતી, દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર

એક આંકડા પ્રમાણે ભારતમાં છ કરોડથી વધારે રખડતાં શ્વાન છે

ભારતમાં રખડતાં શ્વાનોના હુમલાનું પ્રમાણ વધ્યું છે. એક આંકડા પ્રમાણે ભારતમાં છ કરોડથી વધારે રખડતાં શ્વાન છે. ભારતમાં દર વર્ષે બે કરોડ લોકો પ્રાણીઓના હુમલાનો શિકાર થાય છે. આમાં 92 ટકા કેસ શ્વાન કરડવાના હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ વિશ્વમાં હડકવાને કારણે થતાં મૃત્યુમાં 36 ટકા મૃત્યું ભારતમાં નોંધાય છે. મતલબ દરવર્ષે 18,000થી 20,000 લોકો હડકવાથી મૃત્યુ પામે છે. ભારતમાં હડકવાથી થતાં મૃત્યુમાં 30 થી 60 ટકા મૃત્યુ તો 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં થાય છે.

Back to top button