સાઉથવેસ્ટ બોઇંગ 737નું એન્જિન કવર ટેકઓફ દરમિયાન ઊડી ગયું, જુઓ વીડિયો
- અમેરિકામાં મોટી હવાઈ દુર્ઘટના ટળી!
- સાઉથવેસ્ટ એરલાઇન્સના બોઇંગ 737નું કરવામાં આવ્યું ઇમરજન્સી લેન્ડિંગ
અમેરિકા, 8 એપ્રિલ: ટેક્સાસના ડેન્વર ઇન્ટરનેશનલ એરપોર્ટથી સાઉથવેસ્ટ બોઇંગ 737ની ફ્લાઇટ WN3695/SWA3695 ઉડાન ભરી રહી હતી, ટેકઓફ દરમિયાન એક દુર્ઘટના ઉદભાવતા આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોર્ડ પરના પાઇલોટ્સે જાણ કરી હતી કે, એન્જિન કાઉલિંગનું કવર ટેક ઓફ કરતા સમયે ઉડવા લાગ્યું હતું અને ફ્લાઇટથી અલગ થઈ ગયું હતું. જેથી એર ટ્રાફિક કંટ્રોલ વિભાગે ઈમરજન્સી લેન્ડિંગની જાહેરાત કરી હતી. એક પેસેન્જર દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં ફ્લાઈટ દરમિયાન અલગ થઈ ગયેલું એન્જિન કાઉલિંગનું કવર ઉડતું જોવા મળ્યું હતું. પ્લેન ડેન્વર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું ફર્યું હતું, અને કોઈને ઇજા થઈ નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.
🚨BREAKING: Southwest Airlines Boeing 737 engine rips apart during takeoff.
A Southwest Airlines flight bound for Houston immediately returned to Denver.
Maybe Boeing can spend less time on DEI and focus more on safety of their aircrafts and passengers. pic.twitter.com/8iUp9WccHI
— I Meme Therefore I Am 🇺🇸 (@ImMeme0) April 7, 2024
ઘટનાને પગલે આ ફ્લાઇટના મુસાફરોને અન્ય ફ્લાઇટમાં ખસેડવામાં આવ્યા હતા અને જેઓ ચાર કલાક બાદ હ્યુસ્ટન પહોંચ્યા હતા. FAA એક જ અઠવાડિયાની આ બીજી દુર્ઘટનાની તપાસ કરી રહી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, સાઉથવેસ્ટ એરલાઇન્સ બોઇંગ 737-800 રવિવારે સવારે લગભગ 8:15 વાગ્યે ડેન્વર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફર્યું હતું કારણ કે ટેકઓફ દરમિયાન એન્જિન કાઉલિંગ બંધ પડી ગયું હતું અને પાંખના ફ્લૅપ ઊડી ગયા હતા. એરલાઈન્સે એક સત્તાવાર નિવેદનમાં માહિતી આપી હતી કે, બોઈંગ 737 ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને હ્યુસ્ટનના વિલિયમ પી. હોબી એરપોર્ટ તરફ જતા મુસાફરોને અન્ય ફ્લાઇટમાં ખસેડવામાં આવ્યા હતા.
સાઉથવેસ્ટ એરલાઈન્સે દુર્ઘટના બદલ મુસાફરોની માંગી માફી
સાઉથવેસ્ટ એરલાઈન્સે જણાવ્યું કે, “મેઈન્ટેનન્સ ટીમો દ્વારા એરક્રાફ્ટની તપાસ કરવામાં આવી રહી છે.” 135 મુસાફરો અને છ ક્રૂ સભ્યો સાથેની સાઉથવેસ્ટ એરલાઇન્સે ટેકઓફ દરમિયાન કાઉલિંગ નુકશાનને કારણે થયેલી અસુવિધા માટે માફી માગી છે અને કહ્યું છે કે, “અમે વિલંબ માટે દિલગીર છીએ, પરંતુ અમારા ગ્રાહકો અને કર્મચારીઓ માટે અંતિમ સલામતીને અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ. અમારી મેન્ટેનન્સ ટીમો એરક્રાફ્ટની સમીક્ષા કરી રહી છે, ”
બોઇંગ 737 સાથે વારંવારની ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે, સાઉથવેસ્ટ એરલાઇન્સ માટે આ અઠવાડિયાની બીજી દુર્ઘટના છે કારણ કે એન્જિનમાં આગ લાગવાના અહેવાલ બાદ ગુરુવારે ટેક્સાસથી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ ઘટનામાં ટેક્સાસના લબબોક ફાયર વિભાગ અનુસાર, બે એન્જિનમાંથી એકમાં આગ લાગી હતી જેને બાદમાં કાબૂમાં લેવાની જરૂર હતી. હાલમાં, FAA બંને ઘટનાઓની તપાસ કરી રહી છે.
એરલાઈને એ જણાવવાનો ઈન્કાર કર્યો હતો કે, પ્લેનના એન્જિનમાં છેલ્લે ક્યારે મેઈન્ટેનન્સ કરવામાં આવ્યું હતું. 5 જાન્યુઆરીના રોજ નવા અલાસ્કા એરલાઇન્સ 737 MAX 9 જેટને 16,000 ફીટ પર ડોર પ્લગ પેનલે ફાડી નાખ્યું ત્યારથી બોઇંગની આકરી ટીકા થઈ છે.
આના પગલે, FAAએ MAX 9 પર કેટલાંક અઠવાડિયા માટે રોક લગાવી દીધી તેમજ બોઇંગને MAXના ઉત્પાદનમાં વધારો કરવા પર પ્રતિબંધ મુકાયો અને તેને 90 દિવસની અંદર “પ્રણાલીગત ગુણવત્તા-નિયંત્રણ સમસ્યાઓ” ને ઉકેલવા માટે એક વ્યાપક યોજના વિકસાવવા આદેશ આપવામાં આવ્યો.
આ પણ જુઓ: દિલ્હીના વિમાનમથકને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી, જાણો પછી શું થયું?