ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું વરુણ ગાંધી પક્ષ બદલશે? માતા મેનકા ગાંધીએ ખોલ્યું રહસ્ય

Text To Speech

નવી દિલ્હી, 7 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2024માં ભાજપે ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે. ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટ પરથી વરુણ ગાંધીની ટિકિટ નકારવી એ આવો જ એક નિર્ણય છે. ત્યારથી વરુણ ગાંધી સમાજવાદી પાર્ટી અથવા કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આ મુદ્દે એબીપી ન્યૂઝે સુલતાનપુરના બીજેપી ઉમેદવાર અને વરુણ ગાંધીની માતા મેનકાને સવાલ કર્યો છે. બીજેપી સાંસદ મેનકા ગાંધીએ કહ્યું, “મને આ વાતની જાણ નથી. મને તેમના પર ગર્વ છે, તેમણે તેમના જીવનમાં ખૂબ જ સમજદારીથી કામ કર્યું છે.”

‘મારી તાકાત મંત્રી બનવામાં નહીં, સેવામાં છે’

ભાજપના સાંસદ મેનકા ગાંધીએ છેલ્લા પાંચ વર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “જ્યારે હું મંત્રી ન બની ત્યારે સુલતાનપુરના લોકોએ અફસોસ વ્યક્ત કર્યો હતો, ત્યાર બાદ મેં ત્યાંના લોકોને કહ્યું કે તમને કામની ચિંતા છે ને? જો કોઈ ઉણપ હોય કામમાં તો તમે આવો તો કહેજો. મારી તાકાત મંત્રી બનવામાં નથી, સેવામાં છે.”

‘મોદી લહેર કેડરના કારણે છે’

ઉત્તર પ્રદેશમાં તમામ 80 બેઠકો જીતવાના પ્રશ્ન પર તેમણે કહ્યું, “ભાજપ એક કેડર બેઝ પાર્ટી છે. તેને મજબૂત કરવામાં 5 થી 10 વર્ષ લાગ્યા છે. હવે જોઈએ કે તેઓ કેટલી મહેનત કરે છે. પીએમ મોદીની આ લહેર કેડર બેઝ છે. આ વખતે ચૂંટણી જીત્યા બાદ મંત્રી બનાવવાના સવાલ પર તેમણે કહ્યું કે, “આ બધુ અત્યારે મારા મગજમાં નથી. મેં જીવનમાં ક્યારેય કંઈ માંગ્યું નથી. મને જે મળ્યું તેનાથી ખુશ છું.”

આ લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશના ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે. સુલતાનપુર લોકસભા સીટ પરથી પાર્ટીએ ફરી એકવાર મેનકા ગાંધી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેઓ મોદીના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી પણ હતા.

જેપી નડ્ડાની દિલ્હીથી ચોરાયેલી ફોર્ચ્યુનર કાર બનારસમાંથી મળી, 2ની કરાઈ ધરપકડ

Back to top button