ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: ધાર્મિક મેળામાં 100 ફૂટનો રથ ધડામ દઈને જમીન પર પડ્યો, લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગ્યા

Text To Speech

 બેંગલુરુ (કર્ણાટક), 07 એપ્રિલ: કર્ણાટકમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. અહીં એક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે બનાવેલો 100 ફૂટથી વધુ ઉંચો રથ શનિવારના રોજ અચાનક જમીન પર ધડામ દઈને તૂટી પડ્યો હતો. રથની આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે, સદ્ભાગ્ય એ હતું કે રથને પડતો જોઈને ભક્તોની ભીડ સમયસર ત્યાંથી ખસી ગઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિની ​​કોઈ માહિતી નથી.

વાયરલ વીડિયોમાં જોવા મળ્યો અફરાતફરીનો માહોલ

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે 100 ફૂટથી વધુ ઊંચો રથ અચાનક તૂટી જાય છે અને એકાએક જમીન પર પડવા લાગે છે, જેનાથી ધૂળ ચારેબાજુ છવાઈ જાય છે અને લોકો બચવા માટે આમ-તેમ ભાગતા દેખાય છે. એક રિપોર્ટ મુજબ, રથને હુસ્કુર મદુરમ્મા મંદિર મેળા માટે બનાવવામાં આવ્યો હતો. આ ઈવેન્ટનું આયોજન દર વર્ષે બેંગલુરુ પાસેના અનેકલમાં કરવામાં આવે છે. આવા ચાર રથ બળદ અને ટ્રેક્ટરની મદદથી ખેંચીને શહેરમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ વેળાએ એક રથ નમવા લાગ્યો અને એકાએક રથ ભાંગી પડતાં ઘટના બની હતી.

રથ પડી જતાં બળદો બેકાબૂ બન્યા

રથ જમીન પર પટકાતા એક ઇલેક્ટ્રીલ પોલ બચી ગયો હતો. તેમજ ચારેબાજુ ધૂળના વાદળો છવાયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ દુર્ઘટનાના કારણે રથને ખેંચી રહેલા બળદો પણ બેકાબૂ બની ગયા હતા. એક તરફ બળદ તો બીજી તરફ લોકો જીવ બચાવવા આમતેમ ભાગવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં દર વર્ષે આયોજિત આ રથ ઉત્સવ માટે હજારો લોકો અનેકલમાં એકઠા થાય છે. આ બધા માટે આ રથ મુખ્ય આકર્ષણ છે.

આ પણ વાંચો: લગ્નમાં કાકાએ ‘કાલા ચશ્મા’ ગીત પર ડાન્સ કરી બધાને મોજ કરાવી દીધી, જૂઓ વીડિયો

Back to top button