ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: મિલિયન ટ્રી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં 30 લાખ વૃક્ષારોપણ કરાશે

  • શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધુને વધુ પ્લાન્ટેશન કરવા પર ભાર મૂકવામાં આવશે
  • મ્યુનિ. ગાર્ડન વિભાગે AMC કમિશનર એમ. થેન્નારસન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું
  • પ્લાન્ટેશન માટે નક્કી કરાયેલા પ્લોટની ફરતે ફેન્સિંગ કરવામાં આવશે

અમદાવાદમાં મિલિયન ટ્રી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં 30 લાખ વૃક્ષારોપણ કરાશે. જેમાં મિશન મિલિયન ટ્રી હેઠળ શહેરને હરિયાળું બનાવવા રૂપિયા 10 કરોડના ખર્ચે 30 લાખ વૃક્ષારોપણ કરાશે. ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં લઈને ઝોન અને વોર્ડ લેવલે મોટાપાયે પ્લાન્ટેશનની કવાયત કરાશે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં મોબાઇલ ચોરોથી સાવધાન, 3 માસમાં 1 હજાર મોબાઈલ ફોન ચોરાયા 

મ્યુનિ. ગાર્ડન વિભાગે AMC કમિશનર એમ. થેન્નારસન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું

મ્યુનિ. ગાર્ડન વિભાગે AMC કમિશનર એમ. થેન્નારસન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું. ગ્લોબલ વોર્મિંગમાં થતા ફેરફારો, વધતી જતી ગરમીને ધ્યાનમાં લઈને શહેરના તાપમાન અને પ્રદૂષણમાં ઘટાડો કરવા, અમદાવાદને હરિયાળું બનાવવાની નેમ સાથે AMC દ્વારા ચાલુ વર્ષ દરમિયાન ‘મિશન મિલિયન ટ્રી’ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં 30 લાખ વૃક્ષારોપણ કરાશે. ગાર્ડન વિભાગના ડાયરેક્ટરે રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક અંદાજ મુજબ લગભગ રૂ. 10 કરોડના ખર્ચે 30 લાખ વૃક્ષારોપણ કરવાનું આયોજન હાથ ધરાશે. શહેરને હરિયાળું બનાવવા માટે વધુને વધુ વૃક્ષારોપણ કરવા માટે SOP તૈયાર કરવા, સ્પોટ નક્કી કરવા, પ્લાન્ટેશન માટે નક્કી કરાયેલા પ્લોટની ફરતે ફેન્સિંગ કરવા, વગેરે બાબતે વિસ્તૃત રજુઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત સહિત દેશભરમાં આંગડિયા પેઢીઓ રોકડના વ્યવહારો સોમવારથી કરશે બંધ 

AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધુને વધુ પ્લાન્ટેશન કરવા પર ભાર મૂકવામાં આવશે

AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 18 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા રસ્તાઓ રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરાતા હોવાથી મ્યુનિ. ઈજનેર વિભાગના રોડ પ્રોજેક્ટ સાથે સંકલન કરીને વૃક્ષારોપણ કરવામાં આવશે. જ્યારે 18 મીટરથી ઓછી પહોળાઈના રોડ ઝોન લેવલે કરવામાં આવતા હોવાથી ઝોન કક્ષાએ અને વોર્ડ કક્ષાએ પ્લાન્ટેશનની કામગીરી કરાશે. શહેરની સુંદરતામાં વધારો કરવા, શહેરને લીલુંછમ બનાવવા, શહેરનું તાપમાન જાળવવાના હેતુસર AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધુને વધુ પ્લાન્ટેશન કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગાર્ડન વિભાગ દ્વારા યોજાયેલા પ્રેઝન્ટેશનમાં 18 મીટરથી વધુ પહોળાઈના રસ્તાઓ તેમજ ઝોન લેવલે પ્લાન્ટેશન કરવા અંગે આગોતરૂં આયોજન કરવામાં આવી રહ્યું છે. મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા 18 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા રોડ પર પ્લાન્ટેશન કરવા માટે પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ સાઈડમાં ટ્રી પિટ કવર કરવા, સેન્ટ્રલ વર્જમાં પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવા, કર્બીંગ, વગેરે માટે પહેલેથી આયોજન કરીને કામગીરી કરવા જણાવાયું હતું.

Back to top button