સોમવતી અમાસ પર દુર્લભ સંયોગ, આ ચાર રાશિનું ભાગ્ય ચમકશે
- સોમવતી અમાસ ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના, સ્નાન-દાન કરવા માટે ખાસ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સ્નાન-દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે
હિંદુ ધર્મમાં દર વર્ષે ફાગણ મહિનાની વદ પક્ષની અમાસે સોમવતી અમાસ હોય છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના, સ્નાન-દાન કરવામાં આવે છે. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે આ અમાસ ખાસ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સ્નાન-દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
આ વર્ષે સોમવતી અમાસની તિથિનો આરંભ 8 એપ્રિલે સવારે 3.11 વાગ્યાથી થાય છે, જે રાતે 11.50 વાગ્યે સમાપ્ત થશે. આ વર્ષે 8 એપ્રિલના દિવસે રાતે 9.12 વાગ્યે ગ્રહણ લાગશે. જે રાતે 2.22 વાગ્યે સમાપ્ત થશે. સોમવતી અમાસ પર ગ્રહણનો સંયોગ કેટલીક રાશિઓ માટે કષ્ટદાયી સાબિત થશે. જે કેટલાક જાતકોના સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ લાવશે. જાણો સોમવતી અમાસ કોની કિસ્મત ચમકાવશે.
વૃષભ રાશિ
સોમવતી અમાસથી વૃષભ રાશિના લોકોના સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થશે. કરિયરમાં નવી દિશાઓ ખુલશે, નવી ઉપલબ્ધિઓ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ભૌતિક સુખ સુવિધાઓમાં જીવન વીતાવી શકશો. આવક વધશે. કાર્યોમાં આવતી બાધાઓ દૂર થશે. દરેક કામમાં મનચાહી સફળતા મળશે.
કન્યા રાશિ
સોમવતી અમાસ પર બની રહેલા શુભ સંયોગથી કન્યા રાશિના લોકોને જબરજસ્ત લાભ થશે. લગ્ન-વિવાહના યોગ બનશે. પ્રેમ સંબંધોમાં મધુતા રહેશે. ઘનની આવક વધશે. નોકરિયાત લોકોને પ્રમોશન કે એપ્રેઝલના ચાન્સ વધશે.
તુલા રાશિ
વેપારનો વિસ્તાર થશે. ધનની આવક વધશે. લાંબા સમયથી રોકાયેલા કામ ચાલી નીકળશે. આર્થિક પક્ષ મજબૂત થશે. વડીલોપાર્જિત સંપતિ મળી શકે છે. શાસન-સત્તા પક્ષનો સહયોગ મળશે. સંતાન પક્ષ પાસેથી શુભ સમાચાર મળશે.
કુંભ રાશિ
આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. ધન આગમનના નવા માર્ગ ખુલશે. આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મળશે. વિદ્યાર્થીઓને કોમ્પિટિટીવ એક્ઝામમાં સારા પરિણામ મળશે. કરિયરમાં મોટી સફળતા મળશે. જીવનના દરેક પાસામાં સકારાત્મક પરિવર્તન આવશે.
આ પણ વાંચોઃ ઓડિશાનું હિલ સ્ટેશન બીચ કરતા વધુ રોમાંચ આપશે, ફરવા માટે બેસ્ટ સીઝન સમર