પાકિસ્તાની ક્રિકેટ ટીમને બંદૂકથી ટ્રેનિંગ આપી રહી છે આર્મી, વીડિયો થયો વાયરલ
- સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાની આર્મી પાકિસ્તાની ક્રિકેટ ટીમને બંદૂકથી ટ્રેનિંગ આપી રહી છે
HD ન્યૂઝ ડેસ્ક, 6 એપ્રિલ: આજકાલ આપણે આપણો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવીએ છીએ. આવી સ્થિતિમાં, કેટલીકવાર આપણી સામે કેટલાક એવા વીડિયો આવે છે જે જોઈને આપણને આશ્ચર્યચકિત કરે છે અને અમુક વીડિયો ખૂબ હસાવી પણ દેતા હોય છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમને પાકિસ્તાન આર્મી સાથે પ્રેક્ટિસ કરતી જોઈ શકાય છે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દુનિયાભરની ઘણી ટીમો ક્રિકેટ રમવાની ટ્રેનિંગ લઈ રહી છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટ્રેનિંગ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ઘણા લોકો આ વાયરલ વીડિયોની મજા પણ લઈ રહ્યા છે.
ક્રિકેટ ખેલાડીઓને આર્મી આપી રહી છે ટ્રેનિંગ
વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @nickhunterr નામના યુઝર આઈડીથી શેર કરવામાં આવ્યો છે. સાથે જ તેને કેપ્શન આપવામાં આવ્યું છે કે, ‘શું તેઓ વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છે કે અમેરિકા પર હુમલો કરવા જઈ રહ્યા છે.’ વાસ્તવમાં, આ વીડિયોમાં પાકિસ્તાન આર્મી ક્રિકેટ ટીમને સ્નાઈપર ગનનો ઉપયોગ, ગ્રેનેડ ફેંકવા, હેન્ડ ટુ હેન્ડ ફાઈટ જેવી આર્મી ટ્રેનિંગ આપી રહી છે. જ્યારે વાસ્તવમાં કોઈપણ ક્રિકેટ ટીમ મેદાનમાં નેટ પર બેટ-બોલથી પ્રેક્ટિસ કરે છે, ત્યારે આપણો પાડોશી દેશ પાકિસ્તાન હંમેશા કંઈક અલગ જ કરે છે. આ વીડિયો જોઈને ઈન્ટરનેટ પર લોકો પાકિસ્તાની ટીમની મજા લઈ રહ્યા છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
Ye WC khelne jaa rhe hain ya Amerika par attack ? 😭
pic.twitter.com/v52QDNKVHS— Hunटरर ♂ (@nickhunterr) April 6, 2024
વીડિયોમાં યુઝર્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પાકિસ્તાની ક્રિકેટ ટીમના વીડિયોને જોઈને યુઝર્સ રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘IPL ચાલી રહી છે, તો તેમણે તેમના લોકોને થોડું મનોરંજન તો પૂરું પાડવું પડશેને, જેથી તેમનું ધ્યાન IPL તરફ ન જાય.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘અમેરિકા આ વીડિયોને જોઈને પાકિસ્તાની ટીમના ખેલાડીઓ પર પ્રતિબંધ ન લગાવી દે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘યાર, આમનો હેતુ ક્રિકેટ રમવાનો નથી લાગતો.’
આ પણ વાંચો: Reel બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં મુક્યો, માંડ માંડ બચ્યો યુવક, જૂઓ વીડિયો