ઓડિશાનું હિલ સ્ટેશન બીચ કરતા વધુ રોમાંચ આપશે, ફરવા માટે બેસ્ટ સીઝન સમર
- જો તમને એડવેન્ચર પસંદ હોય અથવા તો તમે નેચર સાથે સમય વીતાવવાનું પસંદ કરતા હો તો ઓડિશામાં એવા ઠેકાણાઓની કોઈ કમી નથી, પરંતુ આજે જાણો અહીંના એવા હિલ સ્ટેશન વિશે, જેની સુંદરતા મનમોહી લે તેવી છે.
ઓડિશા આમ તો તેના સ્વચ્છ સમુદ્ર તટ, ખાણીપીણી અને સંસ્કૃતિ માટે જાણીતું છે, પરંતુ અહીં તમે કંઈક બીજુ પણ એક્સપ્લોર કરી શકો છો. જો તમને એડવેન્ચર પસંદ હોય અથવા તો તમે નેચર સાથે સમય વીતાવવાનું પસંદ કરતા હો તો અહીં એવા ઠેકાણાઓની કોઈ કમી નથી, પરંતુ આજે જાણો અહીંના એવા હિલ સ્ટેશન વિશે, જેની સુંદરતા મનમોહી લે તેવી છે.
દરિંગબાડી
દરિંગબાડી ઓડિશાના કંધમાલ જિલ્લામાં આવેલું છે. દેવદારના ગાઢ જંગલોથી ઘેરાયેલું આ સ્થળ ખૂબ જ સુંદર છે. એવું માનવામાં આવે છે કે ડેરિંગ નામના એક બ્રિટિશ અધિકારીની નજર સૌથી પહેલા આ જગ્યા પર પડી હતી અને તેમના નામ પરથી આ જગ્યાનું નામ ડેરિંગબાડી પડ્યું. જે બાદમાં દરિંગબાડી થઈ ગયું. આ જગ્યા પર અંગ્રેજો ગરમીઓમાં રજાઓ ગાળવા આવતા હતા. દરિંગવાડીમાં લોકોની ભીડ ઘણી ઓછી જોવા મળે છે. આ હિલ સ્ટેશન પહાડોની વચ્ચે આવેલું છે જેના કારણે અહીંનું વાતાવરણ ખુશનુમા રહે છે. દરિંગબાડી પહોંચવાનો રસ્તો પણ જોવાલાયક છે. રસ્તામાં તમને કોફી અને મસાલાના બાગ પણ જોવા મળશે. આ કારણથી આ સ્થળને ઓડિશાનું કાશ્મીર પણ કહેવામાં આવે છે.
દરિંગબાડીમાં જોવાલાયક સ્થળો
બેલઘર અભયારણ્ય
દરિંગબાડીમાં આવેલું બેલઘર અભયારણ્ય પ્રકૃતિ અને પ્રાણીઓને પ્રેમ કરનારાઓને ચોક્કસ ગમશે . અહીં અનેક પ્રકારના જંગલી પ્રાણીઓની સાથે સાથે હાથીઓ પણ જોવા મળશે.
વોટરફોલ
દરિંગબાડીમાં કુદરતી નજારો વધુ જોવા મળશે. જો તમે અહીં આવો છો, તો મધુબંદા અને બાંદગિયા ધોધ પણ જોવા માટે સારી જગ્યાઓ છે. આ જગ્યા અનેક પ્રકારના વૃક્ષો અને ફૂલોથી ભરેલી છે. અહીં તમને એક અલગ જ શાંતિનો અનુભવ થશે. તમે અહીં શાંતિથી થોડો સમય વીતાવી શકશો.
લવર્સ પોઈન્ટ
લવર્સ પોઈન્ટ નામ પરથી જ સ્પષ્ટ થઈ શકે છે કે આ જગ્યા પ્રેમીજનો માટે બનેલી છે. અહીંની આસપાસ ફેલાયેલી હરિયાળી અને સુંદરતા મનને મોહી લેવાની કોઈ તક છોડતી નથી.
ક્યારે જઈ શકો છો?
આમ તો તમે દરિંગબાડી જવાનો પ્લાન ગમે તે સમયે બનાવી શકો છો, પરંતુ હિલ સ્ટેશનની મુલાકાત લેવાની ખરી મજા ઉનાળામાં જ આવે છે. શિયાળામાં મુસાફરી કરવી મુશ્કેલ બની જાય છે અને ચોમાસામાં ખતરનાક.
દરિંગબાડી કેવી રીતે પહોંચશો?
ફ્લાઈટ દ્વારાઃ અહીં પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ ભુવનેશ્વર છે. ભુવનેશ્વરથી દરિંગવાડી માટે કૅબ ચાલે છે
ટ્રેન દ્વારાઃ અહીંનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન બેરહામપુર છે. બેરહામપુરથી દરિંગબાડી સુધી ટેક્સી સરળતાથી ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ જયપુરની આ જગ્યાઓની ખાસ લેજો મુલાકાત, રાજસ્થાની સંસ્કૃતિનો પરિચય થશે