ટ્રેન્ડિંગનેશનલ

રાયપુરની વીજળી ઓફિસમાં લાગી ભીષણ આગ, લોકો જીવ બચાવવા ભાગ્યા

Text To Speech
  • રાયપુરના ગુઢિયારી પોલીસ સ્ટેશન વિસ્તારના વીજળી વિભાગની સબ ડિવિઝન ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ

રાયપુર, 5 એપ્રિલ: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના બની છે. અહીં વીજળી વિભાગની સબ ડિવિઝન ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી દેખાતા હતા. બીજી તરફ વિસ્ફોટ સાથે આગ લાગ્યા બાદ આસપાસના લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

ભીષણ આગનો વીડિયો:

 

શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ

વાસ્તવમાં આ ઘટના ગુઢિયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં વીજળી વિભાગની સબ ડિવિઝન ઓફિસમાં આવેલા ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારોમાં ધુમાડાના કાળા વાદળો આકાશમાં છવાઈ ગયા હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

શોર્ટ સર્કિટથી લાગેલી આગે જોત-જોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યું, લોકો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા

જો કે, ટ્રાન્સફોર્મરમાં તેલના બેરલમાં સતત વિસ્ફોટ થતાં આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા અને જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. સ્થિતિ જોઈને પોલીસે સબ ડિવિઝન ઓફિસની આસપાસના રસ્તાઓ બંધ કરી દીધા હતા. આગ સતત વધી રહી છે. જેને જોતા ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: પીલીભીત ટાઇગર રિઝર્વમાં રીંછ વાઘથી પોતાનો જીવ બચાવતું નજરે ચડ્યું, જુઓ વીડિયો

Back to top button