ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કેદી સાથે મુલાકાત કરાવવાના બદલામાં વસૂલી? ક્યાં અને કોણ કરી રહ્યું છે આ ખેલ?

  • ગ્વાલિયરની સેન્ટ્રલ જેલનો એક વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • વાયરલ વીડિયોમાં જેલ ગાર્ડ કેદીને મળવા માટે પૈસા લઈ રહ્યો છે
  • વીડિયો વાયરલ થતાં જ ગેલ ગાર્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો અને તપાસના અપાયા આદેશ

મધ્યપ્રદેશ, 5 એપ્રિલ: મધ્યપ્રદેશના ગ્વાલિયરની સેન્ટ્રલ જેલમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ જાણીને તમને પણ એમ થશે કે ‘હેં..આવું પણ થાય છે?’ ગ્વાલિયરની સેન્ટ્રલ જેલમાં સ્ટાફ કેદીઓ પાસેથી તેમના પરિવારને મળવાના નામે પૈસા લેતો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ વાતનો ખુલાસો કરતો એક વીડિયો વાયરલ થયો છે. જેના કારણે સમગ્ર જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે.

આ વાયરલ વીડિયોએ જેલના વહીવટીતંત્રનો પર્દાફાશ કર્યો છે. ખબર નહીં કેટલા સમયથી આ વસૂલી કરવામાં આવતી હશે? વીડિયો વાયરલ થયા બાદ જેલ ગાર્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

જેલમાં સંબંધીને મળવા માટે લેવામાં આવતા હતા પૈસા

જેલમાં કેદી સાથે મુલાકાત અને સામાન પહોંચાડવાના નામે પૈસા પડાવવામાં આવતા હોવાના આક્ષેપો અગાઉ પણ થયા છે. તેમ છતાં આ બધા આક્ષેપો પર કોઈ ધ્યાન દોરતું ન હતું કે પછી આ બધા આક્ષેપોને દબાઈ દેવામાં આવતા હતા પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી દરેક આક્ષેપો સાબિત થઈ રહ્યા છે અને લોકોને હવે ખુલ્લેઆમ કહેવાનો મોકો મળી ગયો છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

જેલ પ્રશાસન બચાવ પક્ષ તરીકે ભલે લાખો દાવા કરે પરંતુ પરંતુ આ વાયરલ વીડિયોએ તેના તમામ દાવાઓનો પર્દાફાશ કરી દીધો છે. આ વીડિયો એક યુવકે ઘટના સ્થળે જઈને લાઈવ કર્યા બાદ ઉતાર્યો હતો. યુવક દ્વારા લાઈવ કરેલા વીડિયોમાં તેણે દાવો કર્યો હતો કે સેન્ટ્રલ જેલ ગ્વાલિયરમાં કેદી સાથે મુલાકાત કરાવવાના પૈસા લેવામાં આવી રહ્યા છે અને ત્યાર બાદ જ કેદીઓ સાથે મુલાકાત કરાવવામાં આવે છે. ત્યાર બાદ યુવકે લાંચ આપીને તેને મળવા જતા તેના એક મિત્રનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો જે અત્યારે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાંની સાથે જ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

વીડિયો વાયરલ થતાં જ વહીવટીતંત્રમાં ખળભળાટ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ગ્વાલિયરથી લઈને ભોપાલ સુધીના જેલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સેન્ટ્રલ જેલના ગ્વાલિયરના જેલર એએસ નરવરિયાએ જણાવ્યું કે જો કે હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ વીડિયોમાં દેખાતા જેલ ગાર્ડની ઓળખ સતેન્દ્ર હર્ષના તરીકે થઈ છે. તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પીલીભીત ટાઇગર રિઝર્વમાં રીંછ વાઘથી પોતાનો જીવ બચાવતું નજરે ચડ્યું, જુઓ વીડિયો

Back to top button