ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Oneplusનો આ ફોન લેવાનું ચૂકી ગયા હોવ તો સેલમાં ખરીદવાની આજે બીજી તક

  • OnePlusનો OnePlus Nord CE4 સ્માર્ટફોનનો આજે બીજો સેલ
  • OnePlus Nord CE4 સ્માર્ટફોન એમેઝોન પરથી ખરીદી શકાશે

HD ન્યૂઝ ડેસ્ક, 5 એપ્રિલ: સ્માર્ટફોન નિર્માતા OnePlus એ તાજેતરમાં ભારતમાં OnePlus Nord CE4 લોન્ચ કર્યો છે. કંપનીએ તેને મિડ-રેન્જ સેગમેન્ટમાં લોન્ચ કર્યો છે. હવે આ સ્માર્ટફોન વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયો છે. OnePlusના ચાહકો તેને ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પરથી ખરીદી શકે છે. OnePlus Nord CE4નો પહેલો સેલ 4 એપ્રિલે થો હતો. જો તમે આ ફોનને પહેલા સેલમાં લેવાનું ચૂકી ગયા હોય તો ચિંતા ના કરશો, તમારી પાસે OnePlus Nord CE4 ખરીદવાની આજે હજી બીજી તક છે.

OnePlus એ OnePlus Nord CE4માં દમદાર ફીચર્સ આપ્યા છે. આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ સ્ક્રીન સાથે AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. આ સાથે જ, તેમાં 100W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે. જો તમે પહેલા સેલમાં આ સ્માર્ટફોન ખરીદી શક્યા નથી તો ચિંતા કરશો નહીં, કેમ કે તેનો બીજો સેલ આજે એટલે કે 5મી એપ્રિલે એમેઝોન પર લાઈવ થવા જઈ રહ્યો છે.

OnePlus Nord CE4 સ્માર્ટફોન કેટલામાં મળશે?

OnePlus Nord CE4નો આજે બીજો સેલ એમેઝોન પર થશે. આ સેલમાં તમને ડિસ્કાઉન્ટ ઓફર સાથે સસ્તી કિંમતે આ પ્રીમિયમ ફોન ખરીદવાની તક મળશે. OnePlus એ OnePlus Nord CE4 ને બે સ્ટોરેજ વિકલ્પો સાથે બજારમાં લોન્ચ કર્યો છે. તેનું બેઝ વેરિઅન્ટ 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે જ્યારે અપર વેરિઅન્ટ 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે આવે છે. તમે 128GB મૉડલ 24,999 રૂપિયામાં ખરીદી શકો છો જ્યારે 256GB મૉડલ 26,999 રૂપિયામાં ખરીદી શકો છો.

આજે સ્માર્ટફોન ખરીદવા પર આ ઓફર નહીં મળે

તમે આ સ્માર્ટફોનને વેચાણ ઓફરમાં આ કિંમતો કરતાં ઓછી કિંમતે ખરીદી શકો છો. બેંક ઑફરમાં, તમે તેને 23,499 રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે પહેલા સેલમાં કંપની પોતાના ગ્રાહકોને ફ્રી બડ્સ ઓફર કરતી હતી પરંતુ આજે બીજા સેલમાં કંપની ફ્રી બડ્સ ગ્રાહકોને નહીં આપે.

OnePlus Nord CE4ની વિશેષતાઓ

  • કંપનીએ OnePlus Nord CE4માં 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે પેનલ આપી છે.
  • OnePlus Nord CE4 પાસે 120Hz ના રિફ્રેશ રેટ અને HDR10+ માટે સપોર્ટ સાથે AMOLED પેનલ છે.
  • OnePlus Nord CE4 આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 14 પર ચાલે છે.
  • તમને આ સ્માર્ટફોનમાં મજબૂત પરફોર્મન્સ મળશે. આમાં કંપનીએ Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર આપ્યું છે.
  • જો આ સ્માર્ટફોનના સ્ટોરેજ અને રેમ વિશે વાત કરીએ તો તેમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ છે.
  • ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. તેમાં 50+8 મેગાપિક્સલનું સેટઅપ છે.
  • OnePlus Nord CE4માં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16-મેગાપિક્સલનો કૅમેરો છે.

આ પણ વાંચો: Apple iPhone, MacBook અને iPad વપરાશકર્તાઓ માટે સરકારે જારી કરી ચેતવણી, જાણો કારણ

Back to top button