અમદાવાદમાં AMCએ હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો
- વાહનચાલકોને રાહત મળે તે માટે ‘ગ્રીન નેટ’ લગાવવા સૂચના અપાઈ
- નાના બાળકો અને વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવા સલાહ
- AMTS, BRTS બસ સ્ટોપ પર પીવાના પાણી/ ORSની વ્યવસ્થા
અમદાવાદમાં AMCએ હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. જેમાં મેઈન રોડ પરના ચાર-રસ્તા પર-‘ગ્રીન નેટ’ લગાવાશે. તથા વોર્ડ દીઠ પાણીની 25 પરબો મુકાશે. તેમજ બગીચા રાત્રે 11 સુધી, UHC સાંજે 7 સુધી ખુલ્લા રહેશે. તેમજ સનસ્ટ્રોકથી બચવા પાણી, છાશ, અથવા અન્ય પ્રવાહીનું વધુ પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ પર કડક કાર્યવાહી, ક્લાસ-1 GST ઓફિસર લાંચ લેતા ઝડપાયા
વાહનચાલકોને રાહત મળે તે માટે ‘ગ્રીન નેટ’ લગાવવા સૂચના અપાઈ
AMC દ્વારા શહેરીનોને કાળઝાળ ગરમીમાં રાહત આપવાના પ્રયાસરૂપે ‘હીટ એક્શન પ્લાન’ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે અને આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે. ઉનાળામાં સનસ્ટ્રોકથી બચવા પાણી, છાશ, અથવા અન્ય પ્રવાહીનું વધુ પ્રમાણમાં સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. શહેરના મેઈન રોડ પરના ચાર રસ્તા પર ઉભા રહેતા વાહનચાલકોને રાહત મળે તે માટે ‘ગ્રીન નેટ’ લગાવવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: ગુજરાત: પરશોત્તમ રૂપાલાના વિરોધમાં વૈષ્ણવ સમાજના સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા
નાના બાળકો અને વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવા સલાહ
ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન પગલાં લેવા સૂચના અપાઈ છે. શહેરના દરેક વોર્ડદીઠ પાણીની 25 પરબો શરૂ કરાશે. આમ, NGO સાથે સંકલન કરીને શહેરમાં લગભગ 1,000 પાણીની પરબો શરૂ કરવામાં આવશે. મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરોમાં આવતા કેસો પર સતત મોનીટરિંગ રાખવા સૂચના અપાઈ છે અને સાંજે 7 વાગ્યા સુધી UHC ખુલ્લા રખાશે. બરફના ગોળા પાણીપૂરી, વડા પાઉં, વગેરે જેવી ખાદ્ય ચીજો વેચતા લારીઓ, દુકાનોમાં ચેકિંગ કરવા ફુડ વિભાગને સૂચના અપાઈ છે. AMTS, BRTS બસ સ્ટોપ પર પીવાના પાણી/ ORSની વ્યવસ્થા કરાઈ છે. નાના બાળકો અને વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવા સલાહ આપવાવામાં આવી છે.