ગુજરાત: પરશોત્તમ રૂપાલાના વિરોધમાં વૈષ્ણવ સમાજના સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા
- પરશોત્તમ રૂપાલા સામે એક પછી એક સમાજ વિરોધમાં આવી રહ્યો છે
- રૂપાલાને નહીં હટાવાય તો ગામેગામ સંતો ઉતરશે
- પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળ્યું
ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં વૈષ્ણવ સમાજના સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા છે. જેમાં રૂપાલાને નહીં હટાવાય તો ગામેગામ સંતો ઉતરશે. તેમાં ક્ષત્રિયોની ઉમેદવાર બદલવાની માંગને બુલંદ બનાવીશું તેમ વૈષ્ણવ સમાજના સાધુ-સંતોએ જણાવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મહિલા સલામતીની વાતો વચ્ચે મહિલા પોલીસ સ્ટેશન રાત્રે બંધ રહેશે
પરશોત્તમ રૂપાલા સામે એક પછી એક સમાજ વિરોધમાં આવી રહ્યો છે
પરશોત્તમ રૂપાલા સામે એક પછી એક સમાજ વિરોધમાં આવી રહ્યો છે. ત્યાં હવે સાધુ સંતો પણ રૂપાલાના વિરોધમાં સાધુ-સંતો ઉતર્યા છે. રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હવે વૈષ્ણવ સંપ્રદાય પણ મેદાને આવ્યો છે. જેમાં અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષે કહ્યું કે, રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો ઉતરશે. અમદાવાદ ખાતે બુધવારે ક્ષત્રિય સમાજની અને ભાજપના નેતાઓની બેઠક મળી હતી. જેમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની જ માંગ કરાઇ છે. આ તરફ બદિલ્હીથી પરત આવેલ રૂપાલાએ કહ્યું કે, દરેક સમાજ અમારા સમર્થનમાં છે તેમ કહ્યું છે જ્યારે બીજી તરફ વિરોધમાં વધુ સમાજ જોડાઈ રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ પર કડક કાર્યવાહી, ક્લાસ-1 GST ઓફિસર લાંચ લેતા ઝડપાયા
પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મુલાકાતે આવેલા અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષ ડૉ.સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યના નિવેદનથી ફરી રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન તેમણે કહ્યું છે કે, રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો ઉતરશે. દિલ્હીથી પરત ફરતાં જ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળી કહ્યું છે કે, તમામ સમાજનું મારા સાથે સમર્થન છે. ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ અને ક્ષત્રિય સમાજ વિશે હવે કઈ કહેવાનું નથી. આ સાથે તેમણે ઉમેર્યું છે કે, કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો.