ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ પર કડક કાર્યવાહી, ક્લાસ-1 GST ઓફિસર લાંચ લેતા ઝડપાયા

Text To Speech
  • આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારી ઝડપાયા
  • જીએસટી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ
  • રૂ.12 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા

ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ પર કડક કાર્યવાહી થઇ રહી છે. જેમાં જુનાગઢમાં ક્લાસ-1 GST ઓફિસર રૂ.12 હજાર લાંચ લેતા ઝડપાયા છે. તેમાં આસી.કમિશનર વલ્લભ પટેલીયા લાંચ લેતા ઝડપાતા અન્ય અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમાં LUT સર્ટિફિકેટ માટે ફરિયાદી પાસેથી લાંચ માગી હતી.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ઘોર બેદરકારી, એક દિવસ પહેલાનું પેપર આપી દીધું

જીએસટી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ

એસીબીએ ફરી એક વખત જીએસટી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે, આ વખતે ક્લાસ-1 અધિકારીને રૂપિયા 12 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ અંગેની માહિતી અનુસાર, જૂનાગઢના GST વિભાગમાં કામ કરતાં ક્લાસ-1 અધિકારી એવા વલ્લભભાઈ ભીખાભાઈ પટેલીયા જેઓ આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. એસીબીની કાર્યવાહીથી અન્ય લાંચિયાઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મહિલા સલામતીની વાતો વચ્ચે મહિલા પોલીસ સ્ટેશન રાત્રે બંધ રહેશે

લાંચની રકમ લીધી કે તરત જ એસીબીએ તેમને ઝડપી પાડ્યાં

જૂનાગઢ આસિસ્ટન્ટ કમિશનરની ઓફીસ, GST કચેરી, ઘટક-84, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ ફરિયાદી પાસે LUT (Letter of Undertaking) સર્ટીફીકેટ આપવા માટે રૂપિયા 12 હજારની લાંચ માંગવામાં આવી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદને આધારે ગોઠવેલા લાંચના છટકામાં ખુદ આસિસ્ટન્ટ કમિશનર આવી ગયા હતા. જેવી લાંચની રકમ લીધી કે તરત જ એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા. હાલમાં આરોપીને ડિટેઇન કરીને તેમને પાસેથી લાંચની 12 હજારની રકમ રિકવર કરવામાં આવી છે.

Back to top button