અમદાવાદમાં મહિલા સલામતીની વાતો વચ્ચે મહિલા પોલીસ સ્ટેશન રાત્રે બંધ રહેશે
- એક ઉચ્ચ આઈપીએસ અધિકારીએ પરિપત્ર બહાર પાડયો છે
- શહેરના બન્ને મહિલા પોલીસ સ્ટેશન રાતના 10 વાગ્યા પછી બંધ
- મહિલાઓની સુરક્ષા પાછળ સરકાર દર વર્ષે કરોડો ખર્ચ કરતી હોય છે
અમદાવાદમાં મહિલા સલામતીની વાતો વચ્ચે મહિલા પોલીસ સ્ટેશન રાત્રે બંધ રહેશે. મહિલા કર્મીઓની સુરક્ષાને લઈને જ આ નિર્ણય લેવાયો કે શું તેને લઈને અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે. ઉચ્ચ આઈપીએસ અધિકારીએ પરિપત્ર બહાર પાડયો છે. જેમાં સામાન્ય રીતે પોલીસ સ્ટેશનોમાં 24 કલાકની શિફ્ટ કર્મીઓને હોય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજથી વધશે ગરમીનો પ્રકોપ, જાણો અમદાવાદનું કેટલુ વધશે તાપમાન
એક ઉચ્ચ આઈપીએસ અધિકારીએ પરિપત્ર બહાર પાડયો છે
મહિલાઓની સુરક્ષા માટે સરકાર દ્વારા દર વર્ષે નિર્ભયા અભિયાન, 181 મહિલા હેલ્પલાઇન તેમજ મહિલા પોલીસ સ્ટેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. આ વચ્ચે શહેરના બન્ને મહિલા પોલીસ સ્ટેશન રાતના 10 વાગ્યા પછી બંધ કરવા માટે એક ઉચ્ચ આઈપીએસ અધિકારીએ પરિપત્ર બહાર પાડયો છે. સામાન્ય રીતે પોલીસ સ્ટેશનોમાં 24 કલાકની શિફ્ટ કર્મીઓને હોય છે, પરંતુ પૂર્વ અને પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનો ખાતે સવારના 8થી બપોરના 4 વાગ્યા સુધી જ્યારે બપોરના 2થી રાતના 10 વાગ્યા સુધી એમ બે શિફ્ટમાં પોલીસકર્મીઓને નોકરી આપવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ઘોર બેદરકારી, એક દિવસ પહેલાનું પેપર આપી દીધું
મહિલાઓની સુરક્ષા પાછળ સરકાર દર વર્ષે કરોડો ખર્ચ કરતી હોય છે
સિંધુભવન રોડ, એસપી રિંગ રોડ, વસ્ત્રાપુર, આઇઆઇએમ રોડ, એસજી હાઇવે, મણિનગર, નિકોલ, વસ્ત્રાલ, નરોડા સહિત અનેક વિસ્તારો 24 કલાક ધમધમતા હોય છે જેના કારણે શહેરમાં રાત્રે પણ બિન્ધાસપણે યુવક યુવતીઓ ફરતા હોય છે. આવા સમયે અનેક વખત છેડતી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બનતા હોય છે. આ સમયે મહિલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતી હોય છે. આટલું જ નહીં, મહિલાઓની સુરક્ષા પાછળ સરકાર દર વર્ષે કરોડો ખર્ચ કરતી હોય છે.