ગુજરાતમાં આજથી વધશે ગરમીનો પ્રકોપ, જાણો અમદાવાદનું કેટલુ વધશે તાપમાન
- સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું
- એપ્રિલમાં ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળી શકે છે
- અમદાવાદમાં 35.7 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન રહ્યું છે
ગુજરાતમાં આજથી ગરમીનો પ્રકોપ વધશે. જેમાં રાજ્યમાં કાળઝાળ ગરમીથી શેકાવવા તૈયાર રેહવું પડશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા તાપમાન વધવાની આગાહી છે. તથા રાજ્યમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. તેમજ અમદાવાદમાં 35.7 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ઘોર બેદરકારી, એક દિવસ પહેલાનું પેપર આપી દીધું
એપ્રિલમાં ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળી શકે છે
રાજ્યમાં એપ્રિલ મહિનામાં કેવું હવામાન રહેશે તેના અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, એપ્રિલમાં ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળી શકે છે. જે સાથે જ ગરમીનો પણ પારો ઉપર જઈ શકે છે. જે સાથે જ કેટલાંક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચશે. એપ્રિલ મહિના અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી 15 દિવસ દરમિયાન હીટવેવ અને માવઠાની શક્યતા છે. 8 થી 13 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાશે અને સામાન્ય કરતા 4 ડીગ્રી તાપમાન વધશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું
સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ તાપમાનના આંકડા પ્રમાણે અમદાવાદ 35.7 ડિગ્રી, ગાંધીનગર 36.0 ડિગ્રી, વડોદરા 36.8 ડિગ્રી, સુરત 36.7 ડિગ્રી, અમરેલી 38.2 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર 38.3 ડિગ્રી અને મહુવા 38.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતો મુજબ ગુરુવારે 12 જેટલા શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી નીચે નોધાયું હતુ. જેમાં દમણનું 35, ભુજનું 33.2, નલિયાનું 31.2, કંડલા પોર્ટનું 31.3, કંડલા એરપોર્ટનું 35, દ્વારકાનું 29.8, ઓખાનું 31.2, પોરબંદરનું 33, વેરાવળનું 31.4 તેમજ દિવનું તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું હતું.