IPL-2024ગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2024 GT vs PBKS : કેપ્ટન ગિલના 89 રનથી પંજાબને મળ્યો 200 રનનો ટાર્ગેટ

Text To Speech

અમદાવાદ, 4 એપ્રિલ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 17મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ (GT) પંજાબ કિંગ્સ (PBKS) સામે ટકરાશે. આ ટક્કર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાત ટાઇટન્સ માટે શુભમન ગિલે 48 બોલમાં 89 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. ગિલ ભલે સદી ચૂકી ગયો, પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી ટીમને બચાવી લીધી.

ગિલની આ ઇનિંગના આધારે ગુજરાતે 20 ઓવરમાં ચાર વિકેટે 199 રન બનાવ્યા હતા. ગિલ આ સિઝનમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ધરાવતો ખેલાડી બની ગયો છે. પંજાબ માટે ઝડપી બોલર કાગીસો રબાડાએ ચાર ઓવરમાં 44 રન આપીને બે વિકેટ લીધી હતી જ્યારે હરપ્રીત બ્રાર અને હર્ષલ પટેલને એક-એક વિકેટ મળી હતી.

આ મેચ માટે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ-11માં મોટો ફેરફાર થયો છે. પંજાબ કિંગ્સના પ્લેઈંગ-11માં ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિકંદર રઝાએ ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનનું સ્થાન લીધું હતું, જે અગાઉની મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે ડેવિડ મિલરની જગ્યાએ કેન વિલિયમસનનો સમાવેશ કર્યો હતો.

IPLમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ત્રણ મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત ટાઇટન્સે બે મેચ જીતી છે અને પંજાબ કિંગ્સે એક મેચ જીતી છે. મોહાલી મેદાન પર છેલ્લી વખતે બંને ટીમો સામસામે આવી હતી, જેમાં ગુજરાત ટાઇટન્સનો છ વિકેટે વિજય થયો હતો.

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ-11: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઇ સુદર્શન, અઝમતુલ્લા ઉમઝાઇ, કેન વિલિયમસન, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, દર્શન નલકાંડે.

ઈમ્પેક્ટ સબ: બીઆર શરથ, મોહિત શર્મા, સંદીપ વોરિયર, અભિનવ મનોહર, માનવ સુથાર.

પંજાબ કિંગ્સના પ્લેઈંગ-11: શિખર ધવન (કેપ્ટન), જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સિકંદર રઝા, સેમ કુરાન, શશાંક સિંહ, હર્ષલ પટેલ, હરપિત બ્રાર, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ.

ઈમ્પેક્ટ સબ: તનય થિયાગરાજન, નાથન એલિસ, આશુતોષ શર્મા, રાહુલ ચાહર, વિદ્વાથ કાવરપ્પા.

Back to top button