ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝેરી સાપ પર વિશ્વાસ કરો પણ ભાજપ પર નહીં: મમતાના ભાજપ પર આકરા પ્રહારો

Text To Speech

પશ્ચિમ બંગાળ, 4 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં તમામ પક્ષો વ્યસ્ત છે. જો કે આ દરમિયાન નેતાઓ તરફથી અભદ્ર ટિપ્પણીઓનો દોર પણ શરૂ થયો છે. હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૂચ બિહારમાં વિપક્ષી પાર્ટી ભાજપ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. મમતા બેનર્જીએ પોતાના સંબોધનમાં તો ત્યાં સુધી કહ્યું કે ઝેરી સાપ પર વિશ્વાસ કરો પણ ભાજપ પર નહીં. ચાલો જાણીએ મમતા બેનર્જીએ બીજું શું કહ્યું.

ભાજપ પર આક્ષેપો

કૂચ બિહારમાં મમતા બેનર્જીએ ભાજપ પર ઘણા મોટા આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી સંહિતાનું પાલન કરતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે જે વ્યક્તિની શીતલકુચીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે તે હવે બીરભૂમમાં બીજેપી ઉમેદવાર બની ગયો છે. મમતાએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 3 વર્ષથી આવાસ યોજનાના પૈસા આપવામાં આવી રહ્યા નથી. રોડના પૈસા આપવામાં આવતા નથી. પ્રથમ 100 દિવસની કામગીરીમાં બંગાળ પ્રથમ ક્રમે હતું.

CAA માથું છે તો NRC પાછળનો ભાગ છે – મમતા

મમતા બેનર્જીએ કૂચબિહારના બીજેપી ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિકનું નામ લીધા વગર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે તમે મંત્રીના નામ પરનો ધબ્બો છો. મમતાએ કહ્યું કે રાજ્ય સરકારના અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે.કેન્દ્રીય એજન્સીની કેટલી બદલી કરવામાં આવી? મમતાએ આરોપ લગાવ્યો કે CAA માથું છે તો, NRC પાછળનો ભાગ છે. તેમણે કહ્યું કે બંગાળમાં CAA, NRC લાગુ કરવામાં આવશે નહીં.

બંગાળ બચશે તો દેશ બચશે – મમતા

મમતા બેનર્જીએ રેલીમાં કહ્યું કે બંગાળ બચશે તો દેશ બચશે. બંગાળમાં ઇન્ડિયા એલાયન્સનું કોઈ જોડાણ નહોતું. મેં જ ઇન્ડિયા નામ આપ્યું હતું. દિલ્હીમાં ગઠબંધન છે, બંગાળમાં નહીં. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ઝેરી સાપ પર વિશ્વાસ કરો પણ ભાજપ પર નહીં. ભાજપ પર પ્રહાર કરતી વખતે મમતાએ અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. જોકે, બાદમાં તેમણે પોતાની વાત સુધારવાનો પ્રયાસ કર્યો હતો.

Back to top button