ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

કોઈ પણ દવાની મદદ વગર માત્ર ત્રણ મહિનામાં ડાયાબિટીસથી મેળવ્યો છૂટકારો!

  • તાજેતરમાં એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. રવિ ચંદ્રા નામની વ્યક્તિએ કોઈ પણ દવાની મદદ વગર ડાયાબિટીસને રિવર્સ કર્યો છે. જાણો કેવી રીતે આ શક્ય બની શક્યું?

ડાયાબિટીસ એક એવી બીમારી છે, જેનો અત્યાર સુધી કોઈ ઈલાજ મળી શક્યો નથી, આ કારણે તેને માત્ર દવાઓની મદદથી જ કન્ટ્રોલ કરી શકાય છે, પરંતુ તાજેતરમાં એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. રવિ ચંદ્રા નામની વ્યક્તિએ કોઈ પણ દવાની મદદ વગર ડાયાબિટીસને રિવર્સ કર્યો છે. જાણો કેવી રીતે આ શક્ય બની શક્યું?

ડાયાબિટીસને સ્લો ડેથ પણ કહેવાય છે. ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આ બીમારી અઢળક લોકોને પોતાની ઝપટમાં લઈ રહી છે. બ્લડ શુગર લેવલ વધવાના કારણે શરીરના દરેક અંગો પર ધીમે ધીમે અસર થવા લાગે છે. આ કારણે વ્યક્તિને જીવનો ખતરો પણ રહે છે. આ બીમારીને એક કાયમી બીમારી પણ કહી શકાય છે. કેમ કે તેનો કોઈ ઈલાજ નથી, એક વખત થયા પછી કોઈ તેમાંથી બચી શકતું નથી. દવાઓથી માત્ર તેને કન્ટ્રોલ કરી શકાય છે. જોકે હવે એક એવો કેસ સામે આવ્યો છે જેમાં તે વ્યક્તિએ કોઈ પણ દવાની મદદ વગર ડાયાબિટીસને રિવર્સ કરી લીધું છે.

ભારતીય મૂળના રવિ ચંદ્રા હોંગ કોંગની એક કંપની અમોલી એન્ટરપ્રાઈઝ લિમિટેડના સીએફઓ છે, 2015માં તેમને જાણ થઈ કે તેઓ ટાઈપ-ટુ ડાયાબિટીસના શિકાર થઈ ચૂક્યા છે. ટાઈપ-ટુ ડાયાબિટીસમાં વ્યક્તિના સેલ્સ ઈન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી અને આ કારણે બ્લડ શુગર લેવલ વધવા લાગે છે.

કોઈ પણ દવાની મદદ વગર ડાયાબિટીસથી માત્ર ત્રણ મહિનામાં મેળવ્યો છૂટકારો! hum dekhenge news

દવાની ન લીધી મદદ, રોજ કરે છે 10 કિ.મી. રનિંગ

ડાયાબિટીસ અંગે જાણ થયા બાદ રવિ ચંદ્રાએ નક્કી કર્યું કે તે કોઈ દવાનો સહારો નહીં લે, તેમણે કુદરતી રીતે ઠીક થવાનું વિચાર્યું. આ માટે પહેલા પોતાનું ફિટનેસ લેવલ વધારવાનું વિચાર્યું. આ માટે તેમણે રોજ વોકિંગ કરવાથી શરૂઆત કરી. પોતાનો સ્ટેમિના વધાર્યો, વચ્ચે થોડું થોડું રનિંગ પણ કર્યું, હવે તેઓ એક દિવસમાં 10 કિ.મી. રનિંગ કરે છે. કમાલની વાત એ છે કે રનિંગ શરૂ કર્યાના માત્ર 3 મહિનામાં તેમનું બ્લડ શુગર લેવલ નોર્મલ થઈ ગયું.

લાંબી દોડ પૂરી કર્યા બાદ તેઓ મેક્સીમલ એરોબિક ફંકશન ટેકનિકનો ઉપયોગ કરે છે. તેમાં એક્સપર્ટની મદદથી વ્યક્તિને લો એરોબિક હાર્ટ રેટ પર ટ્રેનિંગ આપવામાં આવે છે.

કોઈ પણ દવાની મદદ વગર ડાયાબિટીસથી માત્ર ત્રણ મહિનામાં મેળવ્યો છૂટકારો! hum dekhenge news

 

ડાયેટનું રાખે છે ખાસ ધ્યાન

આ ઉપરાંત તેઓ પોતાના ડાયેટનું પણ ખાસ ધ્યાન રાખે છે. તેઓ વેજિટેરિયન ખોરાક જ ખાય છે. તેઓ બ્રેકફાસ્ટમાં ઈડલી, ઢોસા, દહીં-ભાત જેવા ફર્મેંટેડ ફૂડ ખાય છે. આ કારણે તેઓ આખો દિવસ એનર્જીથી ભરપૂર રહી શકે છે. તેઓ લંચ અને ડિનરમાં ભાત અને શાકભાજી ખાય છે અને સફરજન તેમજ નારંગી જેવા ફળોને પોતાના ડાયેટનો હિસ્સો બનાવે છે.

આ પણ વાંચોઃ અમદાવાદના શેલામાં બિગ ડેડી કાફે પર PCBના દરોડા, 40 ફ્લેવરનું નિકોટીન જપ્ત

Back to top button