ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈ કલેકટર કચેરીએ સિંગલ વિન્ડો શરૂ કરાઈ

Text To Speech
  • ઉમેદવારોએ કાર્યક્રમના 48 કલાક પહેલા અરજી કરવાની રહેશે
  • ચૂંટણી પ્રચાર માટેના હોર્ડિંગ્સ લગાવવા માટેની 43 અરજીઓ આવી
  • પ્રથમ દિવસે સરઘસ રેલી માટે 18 અરજીઓ આવી

લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદ કલેકટર કચેરીએ સિંગલ વિન્ડો શરૂ કરાઈ છે. જેમાં સિંગલ વિન્ડો સિસ્ટમ પર ઉમેદવારોએ ચૂંટણીલક્ષી સભા, પ્રચાર અને સરઘસ માટે મંજૂરી લેવાની રહેશે. જેમાં પ્રથમ દિવસે સરઘસ રેલી માટે 18 અરજીઓ આવી હતી જેની ચકાસણી કર્યા બાદ મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદના યુવાનને વિદેશમાં સારા પગારની નોકરીની લાલચ ભારે પડી 

ચૂંટણી પ્રચાર માટેના હોર્ડિંગ્સ લગાવવા માટેની 43 અરજીઓ આવી

આ સિવાય ચૂંટણી પ્રચાર માટેના હોર્ડિંગ્સ લગાવવા માટેની 43 અરજીઓ આવી છે. દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન પૂર્ણ થાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કક્ષાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજનપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના લોકસભા બેઠક વિસ્તારોમાં રાજકીય પક્ષોને જાહેર સભા, સરઘસ, રેલીઓનું આયોજન, લાઉડસ્પિકરના ઉપયોગ અંગે પરવાનગી આપવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપમાં આંતરિક વિરોધ, વલસાડમાં ધવલ પટેલ સામે વિરોધ

ઉમેદવારોએ કાર્યક્રમના 48 કલાક પહેલા અરજી કરવાની રહેશે

ચૂંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ અંગેની 4 વાહનો માટેની અરજી અમદાવાદ જિલ્લા કલેકટર પાસે આવી હતી જેને ચકાસણી કર્યા બાદ પરવાનગી આપવામાં આવી છે. આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે શાળાઓ તેમજ કોલેજોમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ઉમેદવારોએ કોઈપણ રાજકીય કાર્યક્રમની મંજૂરી લેવી પડશે જેના માટે ઉમેદવારોએ કાર્યક્રમના 48 કલાક પહેલા અરજી કરવાની રહેશે.

Back to top button