ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘PM મોદીનો વિકલ્પ કોણ?’ પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે શું જવાબ આપ્યો, જાણો

  • કોંગ્રેસના નેતા શશિ થરૂરે પ્રધાનમંત્રીની પસંદગી અંગે મોટું નિવેદન આપ્યું

નવી દિલ્હી, 3 એપ્રિલ: કોંગ્રેસના નેતા શશિ થરૂરે આજે બુધવારે મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરને પત્રકાર દ્વારા પીએમ મોદીનો વિકલ્પ કોણ છે? તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીની પસંદગીએ સેકન્ડરી કંસીડરેશન(ગૌણ વિચારણા) છે. કયા ખાસ વ્યક્તિને તેઓ પ્રધાનમંત્રી તરીકે પસંદ કરશે, તે ગૌણ બાબત છે. જેમાં સૌથી પહેલા લોકશાહી અને વિવિધતાનું રક્ષણ કરવું એ અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન કોણ લઈ શકે તે પ્રશ્ન સંસદીય પ્રણાલીમાં “અપ્રાસંગિક” છે કારણ કે અમે કોઈ વ્યક્તિ નહીં, પરંતુ એક પક્ષ અથવા પક્ષોના ગઠબંધનને પસંદ કરીએ છીએ.” શશિ થરૂરે એક્સ(ટ્વિટર) પર કહ્યું કે એક પત્રકારે તેમને આ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે લખ્યું કે, “એક પત્રકારે મને એવી વ્યક્તિને ઓળખવા કહ્યું કે જે નરેન્દ્ર મોદીનો વિકલ્પ હોય.

PM મોદીના વિકલ્પ પર શશિ થરૂરે શું કહ્યું?

પક્ષો સિદ્ધાંતો અને માન્યતાઓના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતની વિવિધતા, બહુલતાવાદ અને સમાવેશી વિકાસને જાળવવા માટે અમૂલ્ય છે.” કોંગ્રેસ નેતા થરૂરે કહ્યું કે, “નરેન્દ્ર મોદીનો વિકલ્પ એ અનુભવી, સક્ષમ અને વૈવિધ્યસભર ભારતીય નેતાઓનો એવો સમૂહ છે જે લોકોની સમસ્યાઓનો ઉકેલ શોધવા પ્રતિબદ્ધ હશે અને વ્યક્તિગત અહંકારથી પ્રેરિત થશે નહીં.” તેમણે કહ્યું કે, વડા પ્રધાનની પસંદગી એ “સેકન્ડરી કંસીડરેશન(ગૌણ વિચારણા)” છે. ક્યાં ખાસ વ્યક્તિને તેઓ પ્રધાનમંત્રી તરીકે પસંદ કરશે, તે સેકન્ડરી કંસીડરેશન છે

શશિ થરૂર નોંધાવશે ઉમેદવારી 

કેરળના તિરુવનંતપુરમથી ત્રણ વખત સાંસદ અને કોંગ્રેસના નેતા શશિ થરૂર ફરી એકવાર આ જ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. આ સીટ પર તેમનો મુકાબલો ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને ડાબેરી(Leftist) મોરચાના ઉમેદવાર પન્નિયન રવીન્દ્રન સામે છે. શશિ થરૂર છેલ્લા ઘણા સમયથી લોકસભા ચૂંટણી માટે પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, તિરુવનંતપુરમમાં 26મી એપ્રિલે એટલે કે બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેથી શશિ થરૂર આજે બુધવારે તિરુવનંતપુરમથી ઉમેદવારી નોંધાવશે. આ માટે તેઓ આજે બપોરે કલેક્ટર કચેરી પહોંચીને ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન તેમની સાથે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.

આ પણ જુઓ: બિહાર ભાજપના દિગ્ગજ નેતાને કેન્સર, ટ્વિટ કરીને આપી જાણકારી

Back to top button