પરશોત્તમ રૂપાલાએ કરેલ ટીપ્પ્ણીના વિવાદનો અંત લાવવા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ નેતાઓની બેઠક
- રૂપાલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે દિલ્હી પહોંચ્યા
- પુરુષ તથા મહિલા આગેવાનો બેઠકમાં હાજર રહેશે
- રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલવાની માગણી
પરશોત્તમ રૂપાલાએ કરેલ ટીપ્પ્ણીના વિવાદનો અંત લાવવા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ નેતાઓની બેઠક યોજાશે. જેમાં 92 ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે. તેમજ ક્ષત્રિય સમાજના વિવાદનો અંત લાવવા બેઠક મળશે. અમદાવાદ રાજપૂત ભવન ખાતે મહત્વની બેઠક મળશે.
આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક બ્રાન્ડેડના નામે નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું
અનેક પુરુષ તથા મહિલા આગેવાનો બેઠકમાં હાજર રહેશે
રાજકીય આગેવાનો બીજી બેઠકમાં હાજર રહેશે. જેમાં ભાજપના આગેવાનો ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકમાં ચર્ચા કરશે. લોકસભાની ચૂંટણીના પ્રચાર વચ્ચે પરશોત્તમ રૂપાલાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે રાજપૂત-ક્ષત્રિય સમાજની બેઠક મળશે. ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળશે. ક્ષત્રિય સમાજની બેઠકમાં આંદોલનને લઈ ચર્ચા થશે. તથા રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. સંકલન સમિતિમાં આંદોલન મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. જેમાં અનેક પુરુષ તથા મહિલા આગેવાનો બેઠકમાં હાજર રહેશે.
આ પણ વાંચો: થરાદ અમદાવાદ વચ્ચેના ભારતમાલા એક્સપ્રેસ હાઇવેનો ગાંધીનગરના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ
રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલવાની માગણી
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે દિલ્હી પહોંચ્યા છે. જેમાં આજે મળનારી કેબિનેટ બેઠકમાં હાજરી આપશે. કેબિનેટ બાદ રૂપાલાની હાઈકમાન્ડ સાથે બેઠક થઈ શકે છે. પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા બેઠકમાં હાજરી આપશે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલવાની માગણી થઈ રહી છે.