દક્ષિણ ગુજરાત

નદીમાં કુદીને ફિલ્મી ઢબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સના પેડલરની કરી ધરપકડ

Text To Speech

સુરત પોલીસને ડ્રગ્સ કેસમાં મોટી સફળતા મળી છે. થોડાં સમય પહેલાં કોકેઈન તથા મેફેડ્રોન ( એમ.ડી ) ડ્રગ્સનો માદક જથ્થો મુંબઈ ખાતેથી મંગાવી સુરત શહેરમા અલગ-અલગ જગ્યાએ વેચાણ કરતો મુખ્ય પેડલર ઈસ્માઈલ ગુર્જર ઉર્ફે ઈસ્માઈલ પેન્ટર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી ઇસ્માઇલને ઝડપી પાડવા માટે ક્રાઇમબ્રાન્ચ દ્વારા દિલધડક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

મુંબઇના દંપતી કોકેઇન સાથે પકડાયા હતા

સુરતમાં ચાલતા નશાના કારોબાર ને તોડી પાડવા માટે સુરત પોલીસ સતત નશાના વેપાર સાથે જોડાયેલા લોકોને ઝડપી રહી છે. ત્યારે થોડા સમય પહેલા પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુંબઈ ખાતેના ઈબ્રાહીમ સૈન ઓડીયાનાઓ પાસેથી અવાર – નવર એમ.ડી ડ્રગ્સ તેમજ કોકેઈનનો માદક જથ્થો લાવી સુરત ખાતે તેનો સાળો સાહીદ અલ્તાફ સૈયદ તેમજ તેનો મિત્ર ફાદ સહીદ શૈખનાઓ મારફતે સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ ડીલીવરી કરતો હતો.

Surat Crime

નદીમાં કૂદીને પકડ્યો આરોપી

26 / 6 / 2022ના રોજ મુંબઈમાં રહેતા ઈબ્રાહીમ હુસૈન ઓડીયા અને તેની પત્ની તન્વીર ઑડીયા પાસેથી 39100 ગ્રામ પ્રતિબંધિન કોકેઈન ડ્રગ્સ પકડાયું હતું. આ ડ્રગ્સના મુદ્દા માલની કિંમત 39,10,000 થવા પામેં છે. ત્યારે સુરતમાં ડ્રગ્સ મગાવનાર મુખ્ય આરોપી ઈસ્માઈલ ઉર્ફે ઈસ્માઈલ ગુજર પોલીસ પકડથી દૂર હતો ત્યારે સુરત ગ્રામ બ્રાન્ચને બાદમી મળી હતી કે આરોપી ઈસ્માઈલ ગુજર કોઝ – વે નજીક તાપી નદીના પાળા પાસે છે. તેથી ક્રાઈમ બ્રાંચની ટીમેં બાતમી વાળી જગ્યાએ રેઈડ કરી હતી. આરોપી ઈસ્માઈલને પોલીસ આવી હોવાની જાણ થતા જ તે તાપી નદીના પાળા પરથી નદીમાં કૂદી ગયો હતો અને ત્યારબાદ એક બોટ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો કે આરોપીની પાછળ પોલીસ પણ કૂદી હતી અને બોટમાં આરોપીનો પીછો કર્યો હતો અને જ્યારે આરોપી રાંદેર સાઇડ આવેલ ઝાળી ઝાંખરામાં કૂદી ગયો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આરોપી ઇસ્માઇલ સામે અગાઉ હત્યાનો એક અને હત્યાના પ્રયાસના બે ગુનાઓ દાખલ થયા છે.

surat Crime 02

સુરત SOGની ટીમે પાર પાડ્યું હતું ઓપરેશન

નો ડ્રગ ઇન સુરત સીટી અભિયાન હેઠળ સુરત પોલીસે અત્યાર સુધીમાં 6 કરોડ 64 લાખથી વધુ મતદાન અફીણ ગાંજો ચરસ એમડી ટ્રક્સ નો જથ્થો ઝડપી પાડ્યો છે તેની સાથે સાથે 186 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત સુરત પોલીસે સુરતમાં ડ્રગ્સ ના જુદા જુદા નેટવર્કને પણ તોડી પાડવામાં અત્યાર સુધી સફળતા મેળવી છે બીજી તરફ ટ્રક પેડલર કે સપ્લાયર જુદી જુદી સ્કીમ બનાવી અથવા તો જુદા જુદા રસ્તા અપનાવી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરે છે તે નેટવર્ક ને પણ નેસ્ત નાબૂદ કરવાની સુરત પોલીસે ભરપૂર કોશિશ કરી છે

Back to top button